સદમાર્ગ


.                              .સદમાર્ગ

 તાઃ૨૦//૨૦૧૩                               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અનેક માર્ગ મળે છે જીવને,જ્યાં અવનીએ અવતરણ થઇ જાય
માનવદેહ પર કૃપા પ્રભુની,સાચી ભક્તિએ સદમાર્ગે દોરી જાય
.                                 …………………..અનેક માર્ગ મળે છે જીવને.
કર્મનીકેડી એ બંધન જીવના,અનેક દેહ થકી જીવને મળી જાય
અનેકદેહ લીલા પરમાત્માની,ના જગતમાં કોઇને એ સમજાય
સૃષ્ટિ કર્તાની આ અજબ શક્તિ છે,કોઇ દેહથી ના કદી  છટકાય
ભગવુ સફેદ કે લીલુ પહેરતાં,ના કોઇ જીવના બંધન છુટી જાય
.                                ……………………અનેક માર્ગ મળે છે જીવને.
મળે માતાનો પ્રેમ સંતાનને,ને પિતા એને સદમાર્ગે દોરી જાય
સમજનીકેડી નિર્મળ જીવની,જે સદમાર્ગથી અવનીએ પકડાય
સંસ્કાર એ માબાપની કૃપા,સંતાનને રાહ સાચી સરળ દઈજાય
લઘરવઘરની લાલચ છોડતાં,જીવના કર્મની કેડી પાવનથાય
.                            …………………….અનેક માર્ગ મળે છે જીવને.

============================================

અનુભવની કેડી


.                    . અનુભવની કેડી

તાઃ૧૯/૯/૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

અનુભવ એ છે જ્ઞાનની ગંગા,મળેલ જીવન ઉજ્વળ થાય
સરળતાના સોપાન મળે જીવનમાં,જન્મ સફળ થઈ જાય
.                   …………………અનુભવ એ છે જ્ઞાનની ગંગા.
જન્મમળે જીવને અવનીએ,ત્યાં માબાપનોપ્રેમ મળી જાય
પાવનકર્મનીકેડી મળે જીવને,જ્યાં અનુભવીરાહ મેળવાય
સફળતાના વાદળ ઘેરાતા,આવતી વ્યાધીઓ ભાગી જાય
નિર્મળતાનો સંગ મળતા જીવને,અનંત શાંન્તિ મળી જાય
.                 ………………….અનુભવ એ છે જ્ઞાનની ગંગા.
ભાઇભાંડુની શીતળ નજરે,પ્રેમની પરખ જીવને થતી  જાય
કુટુંબકેરા સાથથી જીવનમાં,નામુંઝવણ કોઇઆવી અથડાય
વંદન વડીલને પ્રેમથી કરતાં,શ્રધ્ધાસાચી જીવને મળી જાય
અનુભવની ગંગામાં તરતા,જીવનમાં ઉજ્વળરાહ મળી જાય
.                ……………………અનુભવ એ છે જ્ઞાનની ગંગા.

+++++++++++++++++++++++++++++++++++++++

હિન્દુની સાંકળ


shiva-family6

.                             . હિન્દુની સાંકળ

તાઃ૧૮/૯/૨૦૧૩                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

કારતક માસમાં નુતન વર્ષની વધામણી થાય,
.                    .ને  ભાઇબીજની સંગે ઉજવાય છે  દેવદીવાળી
………….એવી હિન્દુ ધર્મની આ પવિત્ર સાંકળ,તહેવાર ને પકડી ચાલે.
માગસર માસમાં નાતાલની તાલ મેળવી લે
.               .ને પોષ માસમાં પતંગને પકડે લઈ મકરસંક્રાંતિ;
મહા માસમાં મહાશિવરાત્રીને ઉજવે શીવજી કાજે,
.                .ફાગણ માસમાં આવે ધુળેટી રંગ લઈ સૌને એ રંગે
………….એવી હિન્દુ ધર્મની આ પવિત્ર સાંકળ,તહેવાર ને પકડી ચાલે.
ચૈત્ર માસમાં આવે ગુડી પડવો ને સંગે રામનવમી,
.                .ને તેરસે આવે જૈનધર્મની પવિત્ર મહાવીર જયંતી;
વૈશાખ માસમાં પવિત્ર બુધ્ધ પુર્ણિમા ઉજવી લઈયે,
.                       .ને અષાઢ માસમાં પ્રેમે પરમાત્માની રથયાત્રા
…………..એવી હિન્દુ ધર્મની આ પવિત્ર સાંકળ,તહેવાર ને પકડી ચાલે.
શ્રાવણ માસમાં સ્વતંત્રદીન ઉજવાય ભારતનો,
.                      .ને સાથે પ્રેમથી પારસી નુતન વર્ષને સચવાય;
રક્ષાબંધન એ ભાઇબહેનનો પ્રેમ પકડે જીવનમાં,
.                  .ને જન્માષ્ટમી એતો ભગવાન કૃષ્ણનો જન્મદીવસ.
………….એવી હિન્દુ ધર્મની આ પવિત્ર સાંકળ,તહેવાર ને પકડી ચાલે.
ભાદરવામાં શ્રી ગણેશ ચતુર્થી ને સંગે સંવત્સરી પર્વ,
.                 .જે ભક્તિભાવથી પુંજે છે જગતમાં હિન્દુધર્મી સર્વ;
આસો માસમાં આવે વિજ્યા દશમી સંગે દશેરા ઉત્સવ,
.                     .દીપાવલી બની દીવાળી આવે ફટાકડા ફોડે સર્વ.
…………એવી હિન્દુ ધર્મની આ પવિત્ર સાંકળ,તહેવાર ને પકડી ચાલે.

*************************************************************

લાગણીની કેડી


.                      .લાગણીની કેડી

 તાઃ૧૮//૨૦૧૩                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળ સ્નેહ ને ઉજ્વળ કેડી,જીવનમાં સરળતા આપતી જાય
સરળ જીવનમાં નિર્મળપ્રેમે,સાચી લાગણીની કેડી મળી જાય
.                           …………………..શીતળ સ્નેહ ને ઉજ્વળ કેડી.
કર્મ જીવના બંધન છે જગે,અવનીપરના અવતરણ કહેવાય
મોહમાયા એ ચાદર છે કળીયુગની,જીવને એજ જકડતી જાય
માનવમન તો મર્કટ જેવું,જ્યાં ત્યાં એ લાલચે લટકાવી જાય
લાગણીની કેડી સમજીને પકડતાં,ના જીવ અહીંતહીં ભટકાય
.                         …………………… શીતળ સ્નેહ ને ઉજ્વળ કેડી.
અવનીપરનુ આગમન એદેહ બનેછે,જે શરીર મળતા દેખાય
કર્મનાબંધન તો અતુટ છે,એ લાગણીમોહથી જ જકડાઇ જાય
સાચીભક્તિ એ જ્યોતજીવની,જલાસાંઇની દ્રષ્ટિએજ લેવાય
મળી જાય જ્યાં કૃપા પ્રભુની,જન્મમરણના બંધન છુટી જાય
.                          …………………….શીતળ સ્નેહ ને ઉજ્વળ કેડી.

=‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌======+++++++++==========++++++++++=======

ત્રિશુળધારી


Pitaji Shivaji

.                          .ત્રિશુળધારી

તાઃ૧૭//૨૦૧૩                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

ત્રિશુળધારી છે અંતરયામી,માતા પાર્વતીના એ ભરથાર
અજબશક્તિશાળી છે દુનીયામાં,સાચીભક્તિ એ સમજાય
.                     ……………………ત્રિશુળધારી છે અંતરયામી.
શિવજી ભોળા ને અતિ દયાળુ,ૐ નમઃશિવાયથી જ પુંજાય
સોમવારની શીતળ સવારે,પુંજન કરતા શિવજી રાજી થાય
ગજાનંદના વ્હાલાપિતા,ને મેલી શક્તિઓને એભગાડી જાય
મોહમાયાની ચાદરને હટાવીને,જીવને મુક્તિમાર્ગે લઈ જાય
.                     ……………………ત્રિશુળધારી છે અંતરયામી.
ભોળાનાથ છે અતિ દયાળુ,જ્યાં સાચી શ્રધ્ધાએ પુંજન થાય
માતા પાર્વતીનો પ્રેમમળતા,પ્રદીપપર માની કૃપા થઇ જાય
જીવનેસાચીરાહ મળતા કૃપાએ,અવનીનાબંધન છુટતા જાય
મળે પ્રેમ જ્યાં પરમાત્માનો જીવને,જન્મ મરણ ને ટાળી જાય
.                      …………………….ત્રિશુળધારી છે અંતરયામી.

====================================

અવની


.                            .અવની

તાઃ૧૫/૯/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ક્યાંથી આવ્યા ને ક્યાં જવાના,ના સમજ આવે કોઇને અહીં
જન્મમરણએ જીવનાબંધન,અવનીએ આવીસમજાય ભઇ
.                    ………………….ક્યાંથી આવ્યા ને ક્યાં જવાના.
અપારલીલા કુદરતની જગે,જીવને કર્મની કેડી મળે છે અહીં
મોહમાયાને વળગી ચાલતા,જીવને જન્મબંધન મળેજ  ભઈ
સતકર્મોને સમજીને જીવતા,પાવન રાહ ની કેડીજ  સંગે થઈ
મુક્તિમાર્ગની રાહ મળેછે જીવને,જ્યાં ભક્તિસાચી થતી ગઈ
.                  ……………………ક્યાંથી આવ્યા ને ક્યાં જવાના.
સ્વર્ગ નર્કના દ્વાર છે ખુલ્લા,જ્યાંરે જીવ દેહ છોડી જાયછે અહીં
સાચી જલાસાંઇની ભક્તિ કરતાં,સ્વર્ગના દ્વાર ખોલાયછે ભઈ
કર્મનીકેડી કળીયુગી રહેતા,જીવને નર્કના દ્વાર આવકારે તહીં
આગમન અવનીપરનું જીવનું,કર્મનુ બંધન કહેવાય છે ભઈ
.                    ……………………ક્યાંથી આવ્યા ને ક્યાં જવાના.

+++++++++++++++++++++++++++++++++++++++

સરળતાની સાંકળ


.                    .સરળતાની સાંકળ   

તાઃ૧૪/૯/૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળ જીવનની સાંકળ મળતાં,જીવન પાવનથાય
કર્મની કેડી નિર્મળ બનતાં,સુખ શાંન્તિય મળી જાય
.                     …………………સરળ જીવનની સાંકળ મળતાં.
કુદરતની છે આ અદભુતલીલા,નાકોઇ જીવને સમજાય
અવનીપરના આગમનને,કર્મને નિમીત બનાવી જાય
વાણી વર્તન સંબંધ બને ,જે ભક્તિને સંગે છે સચવાય
કૃપામળે શ્રીજલાસાંઇની,જીવથી પાવનરાહ મેળવાય
.                       ………………..સરળ જીવનની સાંકળ મળતાં.
લાગણી મોહને દુર રાખતા,આ જીવન સરળ થઈ જાય
પામી લેતા પ્રેમ પરમાત્માનો,જીવનમાં શાંન્તિ થાય
મળેલ માયા જીવને જીવોની,એકર્મનીકેડી છે કહેવાય
નિર્મળતાનો સંગ રાખી જીવતા,જન્મમરણ છુટી જાય
.                     …………………સરળ જીવનની સાંકળ મળતાં.

====================================