સમયની કેડી


.                          .સમયની કેડી

 તાઃ૩૦/૧૦/૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતની લીલા છે ન્યારી,સમયની કેડીએજ સમજાય
માનવ થઈને જીવન જીવતા,સૌ કામ સરળ થઈ જાય
.                      ………………….કુદરતની લીલા છે ન્યારી.
કર્મ બંધન છે કેડી અવનીની,ના કોઇ જીવથી છટકાય
અવનીપરનુ આગમનપારખતા,જીવન ઉજ્વળ થાય
મળેલ કાયાના બંધન જગતમાં,કર્મની કેડી બની જાય
લખેલ લેખ જીવના આગમને,સાચી ભક્તિએ છુટીજાય
.                     ……………………કુદરતની લીલા છે ન્યારી.
તારૂ મારૂ એ લાકડી કુદરતની,દેહને અવનીએ જકડી જાય
જન્મમૃત્યુના બંધન મળીજતા,સમયની કેડીને નાપકડાય
સમજણ સાચી જીવને મળતા,મોહમાયાથી દુર જતો જાય
મૃત્યુ દ્વારે  જીવ આવતા જગતમાં,મુક્તિની રાહ મળી જાય
.                     ……………………કુદરતની લીલા છે ન્યારી.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

પ્રીતની પરખ


.                         .પ્રીતની પરખ

તાઃ૨૯/૧૦/૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળ પ્રેમની જ્યોત જીવનમાં,સુખ શાંન્તિને આપી જાય
સાચીપ્રીતની પરખ થાય,જ્યાં નિર્મળ જીવન મળી જાય
.                  ………………….સરળ પ્રેમની જ્યોત જીવનમાં.
કેડી મળે છે જીવને અવનીએ,જે કર્મ બંધનથીજ પકડાય
અવનીપરનુ આગમન બને,જ્યાં કર્મનીકેડી ના સમજાય
દેહનોસંબંધ જીવને વળગે,કળીયુગમાં નાકોઇથી છટકાય
અવનીપરના દેહથી,માનવતાની મહેંક વર્તનથી દેખાય.
.                  ………………….સરળ પ્રેમની જ્યોત જીવનમાં.
લાગણી પ્રેમની સરળ કેડી મળે,જ્યાં સમજણથી જીવાય
મળે પ્રીત જ્યાં નિખાલસતાએ,ત્યાં જીવન ઉજ્વળ થાય
કળીયુગની કાતર તોછે વાંકી,જીવને દુર્માર્ગેજ દોરી જાય
અંતઆવતા દેહનો અવનીથી,જીવ કર્મનીકેડીએ બંધાય
.                …………………..સરળ પ્રેમની જ્યોત જીવનમાં.

======================================

જય શ્રીરામ


Jay Ram

 

.                         .જય શ્રીરામ

 તાઃ૨૭/૧૦/૨૦૧૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

રામનામના સતત સ્મરણથી,જીવને શાંન્તિ મળતી જાય
ઉજ્વળ રાહ મળે જીવનમાં,ને પાવનકર્મ જીવનમાં થાય
.                   ………………….રામનામના સતત સ્મરણથી.
મોહમાયા ને લાગણી છુટે,ને સંગે નિર્મળતા મળતી જાય
ભક્તિ માર્ગની સાચી કેડી,જીવને પાવન કર્મ આપી જાય
સંસ્કારસાચવી વંદનકરતાં,પિતા દશરથ પણ રાજી થાય
સીતાજીનો સંગપામીને,ભવસાગરનો માર્ગ બતાવી જાય
.                    …………………રામનામના સતત સ્મરણથી.
રાવણને આંગળી ચીંધી કર્મની,કળીયુગમાં એભટકી જાય
અભિમાનને એ આદર કરતાં,શ્રીરામથી એનુ દહન થાય
કુદરતની આ રીત નિખાલસ,સાચી ભક્તિરાહે  સમજાય
શ્રીરામ શ્રીરામની માળાકરતાં,જીવને શાંન્તિ મળી જાય
.                  ………………….રામનામના સતત સ્મરણથી.

******************************************

પરમપ્રેમ


Mabapni Seva

.                              પરમપ્રેમ

 તાઃ૨૬/૧૦/૨૦૧૩                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમપ્રેમ મળે માબાપનો,જન્મે  સંતાન બની જાય
આવી અવનીએ દેહ મળે,એજ કર્મબંધન બની જાય
.                    ………………….પરમપ્રેમ મળે માબાપનો.
લાગણી મોહને કૃપા મળે,જ્યાં નિર્મળ સ્નેહને સચવાય
ઉજ્વળતાનીકેડી મળેજીવને,જ્યાંઆશીર્વાદ મળીજાય
લઘર વઘર જીવનથી બચવા,નિર્મળ ભક્તિને પકડાય
પ્રેમની સાચી વર્ષા મળતા,મળેલ જન્મસફળ થઈજાય
.                  ……………………પરમપ્રેમ મળે માબાપનો.
વાણીવર્તન એકેડી જીવની,માબાપનીકૃપા એમળી જાય
સમજણ સાચી મળીજતાં,નાકોઇ આફત આવી અથડાય
કળીયુગનો નાસ્પર્શ જીવને,એજ સાચી પ્રભુકૃપા કહેવાય
સંતજલાસાંઇનીજ્યોત પ્રગટતા,પાવનકર્મ જીવથી થાય
.                 …………………….પરમપ્રેમ મળે માબાપનો.

*************************************

મુક્તિમાર્ગ


.                           .મુક્તિમાર્ગ

 તાઃ૨૫/૧૦/૨૦૧૩                     પ્રદીપ બ્રહ્મભટ્ટ   

માનવજીવનની નિર્મળતા,એ સરળજીવન દઈ જાય
પ્રેમની સાંકળ સ્નેહથી મળતા,મુક્તિમાર્ગ મળી જાય
.                 …………………..માનવજીવનની નિર્મળતા.
દેહમળતા અવનીએ જીવને,જન્મમરણનું બંધન થાય
જન્મ મળે જ્યાં અવનીએ,ત્યારથી સંબંધ મળતા જાય
કર્મની નિર્મળ કેડી પકડીને ચાલતા,પ્રભુ કૃપા થઈ જાય
માનવતાનીમહેંક પ્રસરતા,જીવનો જન્મસફળ થઇજાય
.                 ……………………માનવજીવનની નિર્મળતા.
અપારકૃપા મળે જીવને,જ્યાં નિર્મળભક્તિ મનથી થાય
મોહ માયાની ચાદર છુટતાં,પાવન કર્મ જીવનમાં થાય
જલાસાંઇની નિર્મળભક્તિ,જીવનેઉજ્વળરાહ આપીજાય
ભક્તિપ્રેમની સાચીજ્યોતલેતા,જીવનાબંધન છુટી જાય
.                 ……………………માનવજીવનની નિર્મળતા.

===================================

સુંદર સવાર


.                              .સુંદર સવાર

 તાઃ૨૩/૧૦/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમાત્માનુ સ્મરણ કરતાં,દેહની જ્યાં ઉંઘ પુરી થાય
આવી મળે કૃપા જલાસાંઇની,સુંદર સવાર મળી જાય
.                    ………………….પરમાત્માનુ સ્મરણ કરતાં.
માનવી મનને બંધન અનેક,નાકોઇ જીવથી છટકાય
કુદરતની આ છે અનેરી લીલા,સુખ શાંન્તિ લુંટી જાય
કર્મનીકેડી એતો જીવના બંધન,નાજીવથી છુટી થાય
ભક્તિ માર્ગની સરળ કેડી પકડે,પ્રભાત ઉજ્વળ થાય
.                   …………………..પરમાત્માનુ સ્મરણ કરતાં.
લાગણી મોહ એ કળીયુગી રાહ,સાચી સમજણે સચવાય
નિર્મળતાને પકડીને ચાલતાજ,પવિત્ર રાહ મળી જાય
પુંજનઅર્ચન પ્રેમથીકરતા,આવતી વ્યાધી ભાગી જાય
સુર્ય દેવના પહેલા કિરણે,મળેલ દેહ ઉજ્વળ થઈ જાય
.                   ……………………પરમાત્માનુ સ્મરણ કરતાં.

++++++++++++++++++++++++++++++++++++++

નજરની પરખ


Najar

.                              . નજરની પરખ

તાઃ૨૨/૧૦/૨૦૧૩                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

નજર પડી જાય જ્યાં પ્રેમથી,સુખસાગર છલકાઇ જાય
અતુટ આફત આવી મળે,જ્યાં ઇર્ષાથી દ્રષ્ટિ પડી જાય
.                ………………….નજર પડી જાય જ્યાં પ્રેમથી.
આનંદ આનંદ મળે પળે પળ,એ નિખાલસતા કહેવાય
સાચો સંબંધ નિર્મળ પ્રેમનો,જગે માનવતાએ મેળવાય
અહીંતહીંની ઝંઝટ નાજીવે,સરળતાએપ્રભુકૃપાસહેવાય
નિર્મળતાનો સંગ રહે સંગે,જ્યાં જલાસાંઇની કૃપા થાય
.                …………………..નજર પડી જાય જ્યાં પ્રેમથી.
કળીયુગની કેડી છે વ્યાધીઓ,જે નાઅપેક્ષાએ મળી જાય
સરળતાનો ના સંગ રહે,જ્યાં ઇર્ષાની હેલીઓ આવી જાય
દેખાવનો દરીયો વહે જગતમાં,ક્યારે ક્યાંથી એ ભટકાય
માતાની ચૉકીને પ્રેમેપુંજતા,નાકોઇ બુરી નજર પડી જાય
.                …………………..નજર પડી જાય જ્યાં પ્રેમથી.

=================================