Posted on નવેમ્બર 27, 2013 by Pradip Brahmbhatt
. પુષ્પ ગુચ્છ
તાઃ૨૭/૧૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમની શીતળ કેડી મળતાં,અંતરમાં આનંદ ઉભરાય
સરળતાની નિર્મળ રાહે,પ્રેમે પુષ્પ ગુચ્છ અર્પણ થાય
. ………………….પ્રેમની શીતળ કેડી મળતાં.
અનંત આનંદ હૈયામાં થાય,ને માનવતા મહેંકી જાય
વણ કલ્પેલી મિત્રતા મેળવતા,આંખો પણ ભીની થાય
ઉજ્વળતાની કેડીને લઇને,આંગણુય પવિત્ર કરી જાય
પુષ્પ તો છે પ્રેમનો સંકેત,જે ગુચ્છ રૂપે હાથમાં દેવાય
. ……………………પ્રેમની શીતળ કેડી મળતાં.
મળેલ પ્રેમ નિખાલસ જીવને,નિર્મળ રાહે જ દોરીજાય
અંતરપર જ્યાં ઉર્મી વર્ષે,સરળ રાહ જીવને મળી જાય
જ્યોતપ્રેમની સંગેરહેતા,માતાનીઅજબકૃપા થઈજાય
અતુટ બંધન સંગે રહેતા,પ્રેમે પુષ્પ ગુચ્છ અર્પણ થાય
. …………………….પ્રેમની શીતળ કેડી મળતાં.
=====================================
Filed under: ચિઁતન કાવ્યો | 1 Comment »
Posted on નવેમ્બર 25, 2013 by Pradip Brahmbhatt
. પ્રેમ અને શ્રધ્ધા
તાઃ૨૫/૧૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનની પળ સોના જેવી,મનને અનંત શાંન્તિ દઈ જાય
પ્રેમ અને સાચી શ્રધ્ધાએ,જગતમાં માનવતા મહેંકી જાય
. …………………..જીવનની પળ સોના જેવી.
આગમનના એંધાણ મળે,જ્યાં કર્મની કેડી પકડાઇ જાય
જીવને મળેલ પ્રેમ અવનીએ,જન્મ મરણથી જકડી જાય
પ્રેમ મળે જ્યાં સાચો જીવને,માનવતામાં એ પકડી જાય
નિર્મળતાના વાદળ વરસતા,ના કોઇજ જીવથી છટકાય
. …………………..જીવનની પળ સોના જેવી.
શ્રધ્ધાની કેડી અજબ છે,જ્યાં માનવીની પરખ થઈ જાય
આવી રહેલી અડચણમાંથી,સાચી શ્રધ્ધાએ બચી જવાય
સંત જલાસાંઇની શ્રધ્ધા ભક્તિએ,મુક્તિ માર્ગ મળી જાય
જન્મમરણના બંધન છુટતા,જીવને સ્વર્ગસીડી મળી જાય
. …………………..જીવનની પળ સોના જેવી.
*****************************************************
Filed under: આધ્યાત્મિક કાવ્યો | Leave a comment »
Posted on નવેમ્બર 23, 2013 by Pradip Brahmbhatt
. નદીના નીર
તાઃ૨૩/૧૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કઈ નદીના કેવા છે નીર,દેહને સ્પર્શ થતાં સમજાય
કુદરતની આ અજબકૃપાએ,પવિત્ર નીરને પરખાય
. ………………. કઈ નદીના કેવા છે નીર.
માનવમનને મુંઝવણ અનેક,દેહ મળતા મળી જાય
સમજણનીસાંકળ નિરાળી,જીવનેકર્મથી મળી જાય
પવિત્ર પ્રેમની વર્ષાએ,મળેલ દેહ પવિત્ર થઈ જાય
મળેલ દેહ જીવને,પવિત્ર નદીના નીરે પાવન થાય
. ………………..કઈ નદીના કેવા છે નીર.
કળીયુગની કતાર છે અનેરી,ભોળાઓ ભટકાઇ જાય
નિર્મળતાનો સંગ શોધવા,જલાસાંઇની ભક્તિ થાય
માનવતાની મહેંક પ્રસરતા જ,પવિત્રતા મળી જાય
અસીમકૃપા પ્રભુની થતાં,પાવન નીરની વર્ષા થાય
. …………………..કઈ નદીના કેવા છે નીર.
=================================
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a comment »
Posted on નવેમ્બર 22, 2013 by Pradip Brahmbhatt
. અચાનક
તાઃ૨૨/૧૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સરળ જીવનમાં સ્નેહ મળે,ને માનવતા મહેંકતી જાય
મળે અચાનક સુખદુઃખ જીવને,ઉજ્વળતા ભાગી જાય
. …………………સરળ જીવનમાં સ્નેહ મળે.
કર્મની કેડી એ જ જીવના બંધન,ના કોઇથીય છટકાય
શ્રધ્ધાસાચીસંગેરાખતા,અચાનક સુખસાગર છલકાય
મળે જીવને રાહ સાચી,ત્યાં કર્મના બંધન છુટતા જાય
ભક્તિકેડી મનથીપકડતા,જલાસાંઇની કૃપા થઈ જાય
. …………………..સરળ જીવનમાં સ્નેહ મળે.
મનથી કરેલ મહેનતે જ,અચાનક સાચી રાહ મળી જાય
નિર્મળતાના વાદળ વરસતા,જીવના ભાગ્ય ખુલી જાય
મોહમાયાની ચાદરછુટતા,જીવને પ્રેમ સાચો મળી જાય
પરમાત્માનોપ્રેમ મળતા,આંગણે ઉજ્વળતા આવી જાય
. ……………………સરળ જીવનમાં સ્નેહ મળે.
+++++++++++++++++++++++++++++++++
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a comment »
Posted on નવેમ્બર 21, 2013 by Pradip Brahmbhatt
. નિરાધારની કેડી
તાઃ૨૧/૧૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કર્મની કેડી શીતળ લાગે,ને જીવનમાં સરળતાય મળી જાય
નિરાધારનો આધાર બનતા,જીવપર જલાસાંઇનીકૃપા થાય
. ……………………..કર્મની કેડી શીતળ લાગે.
ભક્તિસંગ રાખીને જીવતા,જીવનમાં ઉજ્વળતા મળી જાય
શાંન્તિનો સહવાસ મળતા,પરમાત્માની કૃપાય આવી જાય
નિરાધારની નાવ છુટતા જીવનમાં,સુખ શાંન્તિ વર્ષી જાય
અવનીપરનુઆગમન સાર્થકબનતા,જન્મ સફળ થઈ જાય
. …………………….કર્મની કેડી શીતળ લાગે.
માનવજીવનની મહેંક પ્રસરે,ને નાકોઇ આફતપણ અથડાય
સરળતાનો સાથ મળતા માનવીને, નિર્મળતાય મળી જાય
મોહમાયાની ચાદર છુટતાં,જીવનનાસંબંધ સરળ થઈ જાય
નિરાધારની કેડી છુટતા જગે,માનવતાની મહેંક પ્રસરી જાય
. …………………….કર્મની કેડી શીતળ લાગે.
=====================================
Filed under: પ્રાકૃતિક કાવ્ય | Leave a comment »
Posted on નવેમ્બર 16, 2013 by Pradip Brahmbhatt
. ડો.ચંદ્રવદન મિસ્ત્રી

. .પ્રેમથી આવકાર
તાઃ૧૫/૧૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળ્યો પ્રેમ માતાનો જીવને જીવનમાં,
. .ત્યાં જ શબ્દની સરળતા સમજાઇ ગઈ;
પ્રેમ પારખી કલમનો હ્યુસ્ટન આવ્યા,
. .ચંદ્રવદનભાઇ સરિતા વહેતી જોવા અહીં.
. ………………….મળ્યો પ્રેમ માતાનો જીવને.
લાગણી પ્રેમની વર્ષા અંતરમાં થઈ,
. .ના દેખાવ કોઇ કળીયુગનો અડે અહીં;
સરસ્વતી માતાના સંતાનની કેડી શીતળ,
. .હ્યુસ્ટનમાં શબ્દનીકેડી પકડી ચાલતી થઈ.
. …………………મળ્યો પ્રેમ માતાનો જીવને.
ચંદ્ર પુકાર ની શીતળ કલમને વાંચતા,
. .લાગણી પ્રેમની જ્યોત સૌને મળતી થઈ;
શબ્દ સમજીને કલમ ચલાવતા અહીં,
. .ઉજ્વળ રાહ જીવનમાં પ્રેમ લાવતી ગઈ.
. …………………. .મળ્યો પ્રેમ માતાનો જીવને.
=====================================
. .માતા સરસ્વતીની કૃપા મેળવી કલમની કેડી પકડી ચાલતા ડૉક્ટર
શ્રી ચંન્દ્રવદનભાઇ મિસ્ત્રી આજે કલમપ્રેમીઓનો પ્રેમ પારખી હ્યુસ્ટનમાં પધાર્યા છે
તે પ્રેમની યાદ રૂપે આ કાવ્ય સપ્રેમ ભેંટ
લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ અને હ્યુસ્ટનના કલમ પ્રેમીઓ.
Filed under: પ્રાસંગિક કાવ્યો | 2 Comments »
Posted on નવેમ્બર 14, 2013 by Pradip Brahmbhatt
. લહેરની પળ
તાઃ૧૪/૧૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મહેંર મળે કુદરતની જીવ પર,જીવનમાં લહેર મળી જાય
સુખ શાંન્તિના વાદળ વરસે,મળેલ જન્મસફળ થઈ જાય
. ………………….મહેંર મળે કુદરતની જીવ પર.
આરાધના કુળદેવીની કરતા,રાહ સાચી જીવને મળી જાય
કૃપા મળતા માતાની જીવને,દેહની વ્યાધીઓ ભાગી જાય
ભક્તિપ્રેમને સાચવીજીવતા,સંસારમાં સુખસાગરછલકાય
પળેપળને સંભાળી જીવતા,માતાની અખંડકૄપા મળી જાય
. …………………..મહેંર મળે કુદરતની જીવ પર.
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,જ્યાં સગાસંબંધી હરખાય
કુદરતની એક શીતળલહેરે,કર્મની સાચીકેડી જીવને મળીજાય
લહેર બને જો ઝાપટ અવનીએ,અનંત વ્યાધીઓમાં ફસાવાય
સંત જલાસાંઇની એક જ દ્રષ્ટિએ,આવતી તકલીફ અટકી જાય
. ……………………મહેંર મળે કુદરતની જીવ પર.
+++++++++++++++++++++++++++++++++++
Filed under: ચિઁતન કાવ્યો | Leave a comment »