સાળંગપુરથી હનુમાન


hanukaka

.                   સાળંગપુરથી હનુમાન

તાઃ  /૧૨/૨૦૧૩                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાળંગપુરથી આવ્યા હનુમાન,જોઇ ખોટી ભક્તિની રાહ
માનવતાને  નેવે મુકી,દીવે દીવે જનતાને લુંટતા જાય
.                  …………………સાળંગપુરથી આવ્યા હનુમાન.
સાચી ભક્તિ રાહ શ્રી રામની,ગદા લઈને લંકામાં એ જાય
અજબ શક્તિશાળી રાવણને,નિર્મળ ભક્તિ સમજાવી જાય
ભોળાનાથની કૃપા મેળવી,મા સીતાજીને લંકામાંલઈ જાય
સતયુગમાં જ્યાંકળીયુગનેપકડે,ત્યાંપ્રભુનુ આગમન થાય
.                ……………………સાળંગપુરથી આવ્યા હનુમાન.
કળીયુગમાં દેખાવની ભક્તિ પકડી,અનેક મંદીરો થઈ જાય
પુંજા પાઠના નામેજ નિર્મળ જીવોને,પકડી મુડીને મેળવાય
ભગવુપહેરી ભડકાવે માનવીને,એજ તેમની સિધ્ધીકહેવાય
જન્મ દેનારી મા ને દુર રાખી,ના તેમનાથી સંયમ સચવાય
.                …………………….સાળંગપુરથી આવ્યા હનુમાન.
કળીયુગની હવાને સમજાવવા,કેદારનાથે ભુકંપ થઈ જાય
ભક્તિ  માર્ગ બતાવતા માનવી,જગતમાં ભીખ માગી  જાય
કુદરતનો જ્યાં કોપ વર્ષે,ત્યાંજ દેખાવના મંદીરો તુટતા જાય
સાળંગપુરથી  હનુમાનજીઆવતા,જીવપર રામનીકૃપા થાય
.                …………………….સાળંગપુરથી આવ્યા હનુમાન.

++++++++++++++++++++++++++++++++++++