વર્ષનો અંત


.                         વર્ષનો અંત

તાઃ૧૦/૧૨/૨૦૧૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ

દીવાળી ગયે મહીનો થયો,ને આવી ક્રીસમસની ઇવ
મંદીર છોડીને દોડો ચર્ચમાં,એજછે અમેરીકનની રીત
.             …………………….દીવાળી ગયે મહીનો થયો.
મંદીરમાં જઈ દીવા કરો,ને અગરબત્તી સળગાવો જઈ
ઘરમાં ના ભોજન કરશો કંઇ,ખાવાનુ ત્યાં ખાજોને ભઈ
અવસર મળે છે તમને મળવાનો,ના છોડશો એને તઇ
ગુજરાતીઓનો શીતળ સ્નેહ,પકડાઇ જાય છે એ અહીં
.             …………………….દીવાળી ગયે મહીનો થયો.
ગળુ પકડાય તેમ ટાઇ બાંધજો,ને શુટને પહેરજો અહીં
બુટ કાઢવાની કોઇ જરૂર નથી,એ ચર્ચમાં રાખજો ભઈ
ના જરૂર કોઇ દીવા બત્તીની,કે ના ભજન ગાવાની તઇ
મળજો એક બીજાને પ્રેમથી,જ્યાં નિકળો ચર્ચથી ભઈ
.               ……………………ને ક્રીસમસ માણજો ભઈ

.================================