જય જલારામ


Jalaram,vadodara

.                            જય જલારામ

તાઃ૧૫/૧૨/૨૦૧૩                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

જય જય જલારામ બાપા,બોલો જય જય જલારામ
લઈને ભક્તિનો સંગાથ,બોલજો જય જય જલારામ.
.                   ………………બાપા જય જય જલારામ.
પાવન રાહ જીવનમાં દેજો,રહેજો પળપળ સંગે આજ
જન્મ મરણથી ખેંચી લેજો,દેજો જીવને મુક્તિની રાહ
મોહમાયાને દુર કરજો,જીવની ભક્તિમાં રહેજો સાથ
કર્મની કેડી ઉજ્વલ કરજો,જે જન્મ સફળ કરીદે આજ
.               ………………….બાપા જય જય જલારામ.
પરમાત્માની કૃપા પામવા,નિર્મળ  ભક્તિ દેજો આપ
માનવજીવન સાર્થકકરવા,રહેજો પળપળ મારીસાથ
જ્યોત જીવને દેજો પ્રેમની,ઉજ્વળ જીવન કરવાકાજ
અંત દેહનો આવે અવનીએ,પકડી લેજો જીવનો હાથ
.               ………………….બાપા જય જય જલારામ.

++++++++++++++++++++++++++++++++=

કલમની અજબકેડી


.                           કલમની અજબકેડી

તાઃ૧૫/૧૨/૨૦૧૩                        લીપ્રદીપ બ્રહ્મભટ્ટ  હ્યુસ્ટન (ટેક્ષાસ,યુ.એસ.)

ના પહોંચે જ્યાં રવિ જગતમાં,ત્યાં પહોંચે ગુજરાતી કવિ
.           સંધ્યાકાળે રવિ વિદાય લઈલે,કલમ રહે અવનીએ અડી
એવી અજબ કૃપા માતાની,કલમ પકડતા અમને એ મળી
.               એજ અજબકેડી શબ્દની,જગતમાં ગુજરાતીઓથી જ મળી
.                                             ……………….ના પહોંચે જ્યાં રવિ જગતમાં.
સખત તાપ હોય કે અંધારૂ, ના કલમને એ કદી અડનારૂ
.           કલમ પકડતા જ હાથમાં,એતો આંગળી થકી જ કહેવાનુ
સરળ શબ્દની કેડીએ ચાલતા,માનવ જીવન આ મહેંકાવાનુ
.                 ના મોહમાયાની કાતર અડકે,કે ના આ જીવન વેડફાવાનુ
.                                             ……………….ના પહોંચે જ્યાં રવિ જગતમાં.
કલમની અજબ છે કેડી નિરાળી,જીવને એ સ્પર્શી જાય
.          અંતરમાં આવેલ વિશ્વાસને,એ કલમથી સમજાઇ જાય
નિર્મળ શબ્દની વહેતી એ ગંગા,પવિત્ર જીવન કરી જાય
.               મુક્તિ જીવને મળતા અવનીથી,શબ્દની ગંગા વહેતી જાય
.                                       ………………….ના પહોંચે જ્યાં રવિ જગતમાં.

+++++++++++++++++++++++++++++++++++++++++

વિશ્વમેળોના જાન્યુઆરીના માસિક  માટે આ કાવ્ય મોકલેલે છે.)