સાચુ સગપણ


.                           સાચુ સગપણ

તાઃ૨૮/૧૨/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે માબાપનો પ્રેમ સંતાનને,જે દેહના સંબંધે સચવાય
સાચુ સગપણ પ્રેમનું જીવનમાં,જે સમય આવે સમજાય
.             …………………..મળે માબાપનો પ્રેમ સંતાનને.
ભાઇ બહેનનો પ્રેમ જીવનમાં,ક્યાંક સમયથી અટકાવાય
કળીયુગની નાની કાતરે,સાચો સંબંધ પણ વેડફાઇ  જાય
ના લાગણી કે પ્રેમ મળે જીવને,જ્યાં મોહમાયા છલકાય
દમડીની જ્યાં માયા લાગે,ત્યાંજ સંબંધને ભુલી જવાય
.             …………………..મળે માબાપનો પ્રેમ સંતાનને.
વણ કલ્પેલી આફતમળે જીવને,સગાસંબંધી ભાગીજાય
મળે પ્રેમનો સાથ સ્નેહીઓનો,જે સાચુ સગપણ કહેવાય
નિર્મળ ભાવના સંગે રાખીને,પ્રેમે હાથને એ પકડી જાય
પડતા તકલીફના સાગરમાં,મળેલ પ્રેમજ  ઉગારી જાય
.             …………………..મળે માબાપનો પ્રેમ સંતાનને.

+++++++++++++++++++++++++++++++++