વર્ષ ૨૦૧૪


.                            વર્ષ ૨૦૧૪

તાઃ૩૧/૧૨/૨૦૧૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબ લીલા છે અવિનાશીની,અવનીપર આગમને સમજાય
સમય ના પકડાય કોઇથી જગતમાં,તોય વર્ષતો વધતા જાય
.                             ……………….. અજબ લીલા છે અવિનાશીની.
જન્મ મળતા જીવને દેહથી,જેને બાળપણ છે એમ કહેવાય
સમયની ચાલતી નિર્મળ કેડીમાંજ,દેહે જુવાની આવી જાય
આજકાલને સમજી ચાલતા,૨૦૧૩ પછીવર્ષ ૨૦૧૪ દેખાય
ઉજ્વળ જીવનની રાહ મેળવવા,ભક્તિએ કૃપાપ્રભુની થાય
.                           ………………….અજબ લીલા છે અવિનાશીની.
નિર્મળ જીવનમાં મળતા,સંસ્કારની શીતળ કેડીને પકડાય
વડીલને પ્રેમે વંદનકરતાં,આશીર્વાદની ગંગા વહેતી જાય
ભુતકાળને ભુલી જઈને,જ્યાં આવતીકાલનો  વિચાર થાય
મળે કૃપાજલાસાંઇની,જે જીવને પવિત્રરાહ પણ આપીજાય
.                         …………………. અજબ લીલા છે અવિનાશીની.

======================================