મોહની માયા


.                          મોહની માયા

તાઃ૨૮/૨/૨૦૧૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાવન જીવને માયા વળગે,અવનીપરના આગમને દેખાય
કરેલ કર્મની કેડી છે સાંકળ,જે જીવને કાયા મળતા સમજાય
.                         …………………..પાવન જીવને માયા વળગે.
માનવદેહ મળતા જીવને,વિચારની શીતળ કેડી મળી જાય
પરમાત્માની એકજ કૃપાએ,આજીવન સાચીરાહે ચાલીજાય
ના મોહમાયાના કોઇ સ્પંદન સ્પર્શે,ના આફત કોઇ અથડાય
સરળ જીવનની નિર્મળરાહે,મળેલદેહ અવનીએ સુધરીજાય
.                       ……………………પાવન જીવને માયા વળગે.
દેહને સ્પર્શે કર્મ જીવના,જે અવનીપરના બંધને જ સમજાય
આવન જાવન એતો  છે કેડી કર્મની,ના કોઇ જીવથી છટકાય
શ્રધ્ધારાખી જલાસાંઇને ભજતા,શિવ ભોલેનાથની કૃપા થાય
જીવ અવનીપરના આગમનથી છટકે,જે મુક્તિમાર્ગ દઈજાય
.                       …………………….પાવન જીવને માયા વળગે.

*********************************************

Advertisements

ભોળાનાથની ભક્તિ


th

.

.

.

.

.

.

.

.

.

.                     .  ભોળાનાથની ભક્તિ

તાઃ૨૬/૨/૨૦૧૪                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનથી કરેલ શ્રધ્ધા ભક્તિએ,પરમ કૃપાળુ ભોળાનાથ હરખાય
મહા શિવરાત્રીના પવિત્રદીને,માતા પાર્વતી સંગે આવી જાય
.                       …………………મનથી કરેલ શ્રધ્ધા ભક્તિએ.
અખંડ સ્મરણ ૐ નમઃશિવાય કરતાં,કૃપાએ પાવન કર્મો થાય
નિર્મળ જીવનની ઉજ્વળરાહે,જીવને અનંત શાંન્તિ મળી જાય
અજબ શક્તિ ભોળાનાથની જગે,જે નિર્મળ ભક્તિએ કૃપા થાય
માતા પાર્વતીની ભક્તિકરતા,પિતા ભોળાનાથ પણ રાજીથાય
.                       …………………મનથી કરેલ શ્રધ્ધા ભક્તિએ.
ઉજ્વળ રાહ મળે પ્રદીપને ,જ્યાં મહાશિવરાત્રીએ અર્ચના થાય
પંચામૃતના અભિશેકથી,પિતા સંગ શ્રી ગણપતિજીની કૃપાથાય
ત્રિશુળધારી છે અતિ દયાળુ,જીવનમાં સાચી ભક્તિ આપી જાય
મોહમાયા કળીયુગના છુટતા,જીવનેમળેલ જન્મસફળ કરીજાય
.                    ……………………મનથી કરેલ શ્રધ્ધા ભક્તિએ.
=======================================

.              .પરમપિતા શંકર ભગવા,માતા પાર્વતી અને શ્રી ગણપતિના ચરણે
મહા શિવરાત્રીના પવિત્ર દીને ૐ નમઃ શિવાયના સ્મરણ સહિત વંદન.
આપના સેવક પ્રદીપ,રમા,દીપલ,રવિના કોટી કોટી વંદન. મહા વદ ૧૩,૨૦૭૦.

+++++++++++++++++++++++++++++++++++++++++

નિર્મળ લાગણી


.                          .નિર્મળ લાગણી

તાઃ૨૪/૨/૨૦૧૪                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

લાગણી એટલી પ્રેમથી દેજો,જીવને એ શાંન્તિ આપી જાય
અતિ લાગણી મેળવી લેતાં,જીવને વ્યાધીઓ મળતી જાય
.                         ………………… લાગણી એટલી પ્રેમથી દેજો.
કુદરતની આ એજ કરામત,જીવને ક્યાંથી ક્યાંય લઈ જાય
નામાગણીની કોઇ કેડી જીવની,ત્યાં અતિ આફતો મળી જાય
સરળ જીવનનીરાહ લેવા,સંત જલાસાંઇની ભક્તિ પ્રેમે થાય
લાગણીમોહને આંબી લેતાં,જીવને નાકોઇ તકલીફઆપીજાય
.                          ………………….લાગણી એટલી પ્રેમથી દેજો.
સદગુણનો સહવાસ જીવનમાં,નિર્મળ લાગણી આપી જાય
પ્રેમભાવના અંતરથી મળતા,પ્રભુની અપારકૃપા થઇ જાય
કળીયુગની  જ્યાં કાતરછુટે,સાચી પ્રભુભક્તિના બંધનથાય
મળેલ દેહના પાવન કર્મે,અંતે જીવને મુક્તિમાર્ગ મળીજાય
.                     ……………………. લાગણી એટલી પ્રેમથી દેજો.

===================================

પ્રથમ પ્રેમ


.                        પ્રથમ પ્રેમ

તાઃ૨૩/૨/૨૦૧૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રથમ પ્રેમ મળે સંતાનને,જે માબાપનો પ્રેમ કહેવાય
ઉજ્વળ જીવનનીરાહ મળે,જે માબાપનેખુશ કરી જાય
.                    ………………….પ્રથમ પ્રેમ મળે સંતાનને.
ભણતરની કેડી મળે,જે મા સરસ્વતીની કૃપા કહેવાય
સાચી મહેનત મનથી કરતાં,લાયકાત મેળવાઇ જાય
.                     …………………પ્રથમ પ્રેમ મળે સંતાનને.
આંગણેઆવી કૃપામળે,જ્યાં સાચીભક્તિ મનથી થાય
જલાસાંઇની અસીમકૃપા રહે,જ્યાં નિર્મળ ભક્તિ થાય
.                   …………………..પ્રથમ પ્રેમ મળે સંતાનને.
જીવન સંગીનીનોપ્રેમ મળે,જ્યાં નિર્મળ જીવન જીવાય
એકબીજાનેસાથસંગાથ રહે,જ્યાં દેખાવથી દુર રહેવાય
.                   …………………..પ્રથમ પ્રેમ મળે સંતાનને.
પ્રેમની પકડી કેડી ચાલતાં,સૌનો પ્રેમ પણ મળી જાય
સાચુ માનવજીવન જીવતાં,મળેલ દેહને આનંદ થાય
.                  ……………………પ્રથમ પ્રેમ મળે સંતાનને.

====================================

નિર્મળ જીવ


.                        . નિર્મળ જીવ

તાઃ૨૦/૨/૨૦૧૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતની છે અપાર લીલા,ના કોઇ જીવથી જગે પરખાય
અનંત કૃપા મળવાની છે,જ્યાં સાચી શ્રધ્ધા ભક્તિ થાય
.                    …………………..કુદરતની છે અપાર લીલા.
કરેલ કર્મ  એ જીવના બંધન,વણ કલ્પેલુ  જગે મેળવાય
નિર્મળ જીવ અવનીએ આવી,અનેકને રાહ બતાવીજાય
મુક્તિ માર્ગની  રાહ  સાચી,સંત જલાસાંઇથી મળી જાય
આવી આંગણે પ્રભુ કૃપા મળે,એજ સાચી ભક્તિ કહેવાય
.                   ……………………કુદરતની છે અપાર લીલા.
નિર્મળજીવનને નિર્મળરાહ,જીવને અનંતશાંન્તિ દઈજાય
અપેક્ષાના વાદળછુટતા,જીવને નાઆધીવ્યાધી અથડાય
લાગણીમોહ તો છે માયાના બંધન,પ્રભુ કૃપાએ છુટી જાય
માનવતાની મહેંક પ્રસરતા,મળેલ જન્મ સફળ કરી જાય
.                  ……………………કુદરતની છે અપાર લીલા.

==================================

શાને કાજ


.                             શાને કાજ

તાઃ૧૯/૨/૨૦૧૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

શાને કાજે જીભડી ચલાવવી,મિથ્યા આ જીવનને કરી જાય
શાંન્તિનો સહવાસ શોધવા,વિશ્વાસ સાચી ભક્તિમાં રખાય
.                  …………………..શાને કાજે જીભડી ચલાવવી.
સમજણની જ્યાં સાંકળમળે,ત્યાંમનમાં પ્રથમ વિચાર થાય
પગલુ કોઇપણ ભરતા પહેલા,તેનો અંત પણ સમજાઇ જાય
નાહકની છે આ કળીયુગની  કેડી,મન અહીં તહીં ભટકી જાય
જીભલડીને પકડી રાખતા,આવતી આફતો પણ ભાગી જાય
.                 ……………………શાને કાજે જીભડી ચલાવવી.
માનવદેહને મનની વ્યાધી,લઘરવઘર આજીવન કરી જાય
અપેશા એ અંધકાર આપે જીવનમાં,માગણીમાં મન મોહાય
સમજણ સાચી મળતા મનને,શાને માટે કોઇ અપેક્ષા રખાય
મોહમાયા જ્યાં અડે જીવને,કળીયુગના બંધનેજજીવ બંધાય
.                 …………………….શાને કાજે જીભડી ચલાવવી.

++++++++++++++++++++++++++++++++++++

આલોક પરલોક


.                           આલોક પરલોક

તાઃ૧૮/૨/૨૦૧૪                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

આલોકને ના પારખે માનવી,ના અવનીએ કાંઇ સમજાય
પરલોકને પામવા માનવી જગે, ભગવુ પહેરીને ભટકાય
.               ………………….આલોકને ના પારખે માનવી.
કુદરતની આ અસીમ લીલા,જીવનુ આવનજાવન થાય
દેહ લઈને જીવ ભટકે અવનીએ,કળીયુગી કાયા કહેવાય
સકળજગતના કર્તા પરમાત્મા,લાગણીમોહથી છુટીજાય
અવનીપરના આગમન છે એવા,જીવ કર્મબંધને બંધાય
.               ………………….આલોકને ના પારખે માનવી.
પરલોકમાં રહેતા જીવને,અખંડ અસીમ કૃપા મળી જાય
શ્રધ્ધારાખી કરેલ ભક્તિએ,જીવ જન્મમરણથી છુટીજાય
સ્વર્ગની શીતળ કેડી મળતા,ના મોહમાયા કદી ભટકાય
આલોક પરલોકના બંધનછુટતા,સ્વર્ગીય સુખ મળીજાય
.                 ………………….આલોકને ના પારખે માનવી.
====================================