ઘડપણની રાહ


.                            ઘડપણની રાહ

તાઃ૪/૨૦/૨૦૧૪                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંસારની સરગમ છે ન્યારી,જ્યાં સમયને સમજીને ચલાય
મહેંકપ્રસરે માનવતાની જીવનમાં,જ્યાં કેડીકેડીને પરખાય
.                       …………………સંસારની સરગમ છે ન્યારી.
દેહ મળતા અવનીએ,દેહને બાળપણ ને જુવાની મળી જાય
સમયનીકેડી કુદરતની નિરાળી,જે ઘડપણની રાહે સમજાય
સંસ્કારની સાચીકેડી દેતા બાળકને,સમય આવતાજ દેખાય
લાગણીમોહની માયાલાગતા,માબાપને હાયબાય કરી જાય
.                 …………………….સંસારની સરગમ છે ન્યારી.
ભક્તિની ઉજ્વળ કેડી જીવનમાં,જલાસાંઇની કૃપાએ દેખાય
પકડી ચાલતા નિર્મળ ભક્તિએ,ના સાધુબાવા કોઇ અથડાય
પરમાત્માની પરમકૃપાએ જ,સંતાનને રાહસાચી મળી જાય
કળીયુગી જોકેડી મળેસંતાનને,ઘડપણે દુઃખસાગર છલકાય
.                    …………………..સંસારની સરગમ છે ન્યારી.

++++++++++++++++++++++++++++++++++++