દુર્ગાષ્ટમી


Ma Durgastami

.

.

.

.

.

.

.

.

.

.

.

.                       દુર્ગાષ્ટમી             

તાઃ૭/૨/૨૦૧૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

દુર્ગામા તારા દર્શન કરતાં,મારા જીવને શાંન્તિ થાય
મનને શાંન્તિ અતુટ મળતા,પાવનકર્મ મનથી થાય
.               …………………દુર્ગામા તારા દર્શન કરતાં.
અજબ શક્તિ માતારી જગમાં.જ્યાં રાક્ષસ હણાઇ જાય
પાપની પોટલી લઈને ફરતાં,મા તને જોઇ ભાગી જાય
નિર્મળ ભાવે ભક્તિ કરતાં,તારી અસીમ કૃપા થઈ જાય
દુર્ગામંત્રનાસ્મરણ માત્રથી,પ્રદીપનુ જીવનપાવનથાય
.               ………………….દુર્ગામા તારા દર્શન કરતાં.
ભોળાભાવે ભક્તિ કરતાં જીવનમાં,રાહ સરળ થઇ જાય
કૃપા માતાની જીવ પર પડતાં,અજબશક્તિ મળી જાય
પ્રભાત પહોરે દર્શન કરતાં,માતાનીકૃપા જીવપર થાય
અખંડ પ્રેમ મળે માતાનો,જીવને મુક્તિમાર્ગ મળી જાય
.              …………………..દુર્ગામા તારા દર્શન કરતાં.
++++++++++++++++++++++++++++++++++++
દુર્ગાષ્ટમીના પવિત્રદીને દુર્ગામાતાને પ્રદીપના પ્રેમથી વંદન
…………………ૐ રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહા.…………
====================================

માતા ખોડીયાર


mata

.

.

.

.

.

.

.

.

.

.

.

.                      માતા  ખોડીયાર  

તાઃ૭/૨/૨૦૧૪                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રધ્ધા રાખી માતાને ભજતા,માતા ખોડીયાર રાજી થાય
ચરણ કમળને સ્પર્શ કરતાં,મળેલ જન્મ સફળ થઈ જાય
.                     ………………..શ્રધ્ધા રાખી માતાને ભજતા.
નિર્મળ ભાવના સંગે રાખીને,માતાના ચરણને સ્પર્શ થાય
પ્રભાત પહોરે વંદન કરીને,માતાને પ્રેમથી દીવોય કરાય
શ્રધ્ધાએ ખં ખોડીયારાય નમઃ સ્મરણથી માતા રાજીથાય
સરળ જીવનમાં કૃપા મળતા,પવિત્ર ભક્તિરાહ મળીજાય
.                   ………………….શ્રધ્ધા રાખી માતાને ભજતા.
અજબ કૃપા મા ખોડીયારની,જે સાચી ભક્તિએ મેળવાય
નિખાલસ ભાવનાએ ભક્તિ કરતાં,પાવનરાહ મળી જાય
આવીમાતા ઘરમાંરહે,જે જીવને સાચીશ્રધ્ધાએ સમજાય
કૃપાનીકેડી પાવનબનતા,સંતાનને રાહસાચી મળીજાય
.                  …………………… શ્રધ્ધા રાખી માતાને ભજતા.
=========================================
.   .માતા ખોડીયાર જયંતી પ્રસંગે માતાના ચરણમાં પ્રેમથી પ્રદીપ બ્રહ્મભટ્ટ
તથા પરિવાર તરફથી જય મા ખોડીયાર સહિત અર્પણ.શુક્રવાર.૭/૨/૧૪.

—————————————————————