કુદરતની કૃપા


.                       કુદરતની કૃપા

તાઃ૮/૨/૨૦૧૪                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ ભાવના મનમાં રાખી,જીવન જીવતા મન હરખાય
પ્રેમ મળતા જગતમાં સૌનો,એ જ કુદરતની કૃપા કહેવાય
.                      …………………નિર્મળ ભાવના મનમાં રાખી.
અવનીપરનુ છે આગમન જીવનુ,એ દેહ મળતા જ દેખાય
પ્રેમની પાવન કેડી પકડતા,માનવ જન્મ સફળ કરી જાય
સંત જલાસાંઇની ભક્તિરાહ,જીવને પાવનકર્મ આપીજાય
ઉજ્વળતાના વાદળની હેલી,મળેલ જન્મ સફળ કરી જાય
.                 ……………………નિર્મળ ભાવના મનમાં રાખી.
માનવતાની જ્યાં મહેંક પ્રસરે,આધી વ્યાધી ભાગી જાય
નિર્મળ જીવન ને પવિત્ર રાહ,જીવને સદમાર્ગે દોરી જાય
પરમાત્માની અસીમ કૃપાએજ,સુખસાગર છલકાઇ જાય
પાવન કર્મની કેડી મળે જીવને,જ્યાં કુદરતની કૃપા થાય
.                   …………………..નિર્મળ ભાવના મનમાં રાખી.

=====================================