મારી અપેક્ષા


hanuman

.

.

.

.

.

.

.

.

.

.

.

.                         મારી અપેક્ષા

તાઃ૧૩/૨/૨૦૧૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનમાં ના માગુ કોઇથી,કે નારાખુ કોઇ અભિમાન
સરળજીવનની શીતળકેડી,જીવ કરી જાય ભવ પાર
.             ……………………જીવનમાં ના માગુ કોઇથી.
લધરવઘર છે જીવન જગે,જેને કળીયુગ છે કહેવાય
મનથી રાખેલ માનવતાને,એ કદીક કરી જાય ટંકાર
મહેંક પ્રસરે આ જીવનની,જ્યાં શ્રધ્ધાએ પુંજન થાય
મળે જીવને રાહ સાચી,ના આધી વ્યાધીય અથડાય
.              ……………………જીવનમાં ના માગુ કોઇથી.
વડીલને વંદન પ્રેમથી કરતાં,સંસ્કારને સચવાઇ જાય
ના મોહમાયાની ચાદર અડે મને,જ્યાં પ્રેમ મળી જાય
નિર્મળતાના વાદળ વરસે,નેમનથી જલાસાંઇ ભજાય
એકજ અપેક્ષા જીવની છે,મળેલ જન્મ સફળ થઈ જાય
.             ……………………..જીવનમાં ના માગુ કોઇથી.

++++++++++++++++++++++++++++++++++