અપેક્ષીત પ્રેમ


.                      અપેક્ષીત પ્રેમ

 તાઃ૧૪//૨૦૧૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ જીવન જીવવા કાજે,જીવનમાં શ્રધ્ધાનો સંગ રખાય
કુદરતની અસીમ કૃપાએ જીવને,અપેક્ષીત પ્રેમ મળી જાય
.                   …………………..નિર્મળ જીવન જીવવા કાજે.
અંતરમાં અભિલાષા ઉભરે,દેહ મળતા જીવનેજ અડી જાય
સમજણનો સહવાસ મળે જીવને,જ્યાં ભક્તિ પ્રેમથી થાય
મોહમાયા છે કળીયુગનીકેડી,જલાસાંઇની કૃપાએ દુર જાય
મનથી કરેલ સરળ ભક્તિ,જીવને સાચી રાહ બતાવી જાય
.                ……………………..નિર્મળ જીવન જીવવા કાજે.
આવતીકાલને ઓળખી ચાલતા,ગઈકાલ યાદ બની જાય
માનવજીવનની મહેંકપ્રસરતા,નાકોઇ આંગળી ચીંધીજાય
અવનીપરના આગમનને જીવે,સરળ ભક્તિએજ સચવાય
પ્રેમમળે અપેક્ષીત જીવને,જ્યાં સાચી નિર્મળરાહ મેળવાય
.                ……………………..નિર્મળ જીવન જીવવા કાજે.

====================================