કૃપા પરમાત્માની


.                        કૃપા પરમાત્માની       

તાઃ૧૬/૨/૨૦૧૪                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનને મળેલ માર્ગ ભક્તિનો,જીવને શાંન્તિ આપી જાય
નિર્મળતાના  વાદળ વરસે,જે જીવન પાવન કરી જાય
.               …………………મનને મળેલ માર્ગ ભક્તિનો.
સાચી રાહ મળે જીવનની,જ્યાં પ્રેમથી પ્રભુ ભક્તિ થાય
સાચા સંતની ઉજ્વળરાહ મળતા, પાવનકર્મ થઈ જાય
મનમાં રાખી શ્રધ્ધાએ ભજતા,કર્મની કેડી શીતળ થાય
આવી આંગણે જ્યાં કૃપા રહે,ના આધીવ્યાધી અથડાય
.              ………………….મનને મળેલ માર્ગ ભક્તિનો.
માગણી એ ના મળે કૃપા,કે ના માગણીએ મોહ મેળવાય
અંતરમાંથી જ્યાં નીકળેલાગણી,જે સૌને સાચી સમજાય
કુદરતની છે અસીમકૃપા ભક્તોપર,જન્મસફળ કરી જાય
કૃપા પરમાત્માની મળતા,જીવના માર્ગ સરળ થઈ જાય
.           …………………… મનને મળેલ માર્ગ ભક્તિનો.

==================================