મોટીબેનનો પ્રેમ


Masi

.                       .મોટીબેનનો પ્રેમ

તાઃ૧૫/૨/૨૦૧૪                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ પ્રેમની આંગળી પકડી,આવ્યા હ્યુસ્ટન રમાને ઘેર
એવા રમાના મોટા કૈલાસબેન,અમને આપ્યો સાચો પ્રેમ
.                   …………………..નિર્મળ પ્રેમની આંગળી પકડી.
લાગણી પ્રેમ નિખાલસ રાખી,આવી બેનને આપ્યો પ્રેમ
બનેવી અરવિંદલાલની કેડીએ,પ્રેમ દીધો અંતરથી એમ
શ્રધ્ધા રાખી મહેનત કરતાં,મળ્યા જીવનમાં નિર્મળ વ્હેણ
દીકરા અમીતની પ્રેમાળ જ્યોતે,મમ્મી હ્યુસ્ટન લાવી પ્રેમ
.                   ………………….. નિર્મળ પ્રેમની આંગળી પકડી.
સમય નાપકડાતા કોઇથી,અઢાર વર્ષે આવી મળ્યા બંન્ને બેન
આશીર્વાદ અંતરથી દેતા,મળ્યો રવિ,દીપલને માસીનો પ્રેમ
મળ્યા સંસ્કાર મમ્મી પપ્પાના સંતાનને વર્તનથીજ દેખાય
જયશ્રી,પીન્કુ, મીત્તલ,વૈશાલીના,માસીને ફોન પણઆવી જાય
.                   ……………………નિર્મળ પ્રેમની આંગળી પકડી.

++++++++++++++++++++++++++++++++++=

.    .રમાના મોટીબેન પુજ્ય કૈલાસબેન વર્ષો બાદ તેને હ્યુસ્ટન આવી મળ્યા
તેની યાદ રૂપે આ કાવ્ય અમારા તરફથી જય જલારામ સહિત સપ્રેમ ભેંટ
લી.પ્રદીપ,રમા રવિ,હીમા,દીપલ,નિશીતકુમાર હ્યુસ્ટન.તાઃ૧૫/૨/૨૦૧૪