શાને કાજ


.                             શાને કાજ

તાઃ૧૯/૨/૨૦૧૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

શાને કાજે જીભડી ચલાવવી,મિથ્યા આ જીવનને કરી જાય
શાંન્તિનો સહવાસ શોધવા,વિશ્વાસ સાચી ભક્તિમાં રખાય
.                  …………………..શાને કાજે જીભડી ચલાવવી.
સમજણની જ્યાં સાંકળમળે,ત્યાંમનમાં પ્રથમ વિચાર થાય
પગલુ કોઇપણ ભરતા પહેલા,તેનો અંત પણ સમજાઇ જાય
નાહકની છે આ કળીયુગની  કેડી,મન અહીં તહીં ભટકી જાય
જીભલડીને પકડી રાખતા,આવતી આફતો પણ ભાગી જાય
.                 ……………………શાને કાજે જીભડી ચલાવવી.
માનવદેહને મનની વ્યાધી,લઘરવઘર આજીવન કરી જાય
અપેશા એ અંધકાર આપે જીવનમાં,માગણીમાં મન મોહાય
સમજણ સાચી મળતા મનને,શાને માટે કોઇ અપેક્ષા રખાય
મોહમાયા જ્યાં અડે જીવને,કળીયુગના બંધનેજજીવ બંધાય
.                 …………………….શાને કાજે જીભડી ચલાવવી.

++++++++++++++++++++++++++++++++++++

Advertisements