ભોળાનાથની ભક્તિ


th

.

.

.

.

.

.

.

.

.

.                     .  ભોળાનાથની ભક્તિ

તાઃ૨૬/૨/૨૦૧૪                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનથી કરેલ શ્રધ્ધા ભક્તિએ,પરમ કૃપાળુ ભોળાનાથ હરખાય
મહા શિવરાત્રીના પવિત્રદીને,માતા પાર્વતી સંગે આવી જાય
.                       …………………મનથી કરેલ શ્રધ્ધા ભક્તિએ.
અખંડ સ્મરણ ૐ નમઃશિવાય કરતાં,કૃપાએ પાવન કર્મો થાય
નિર્મળ જીવનની ઉજ્વળરાહે,જીવને અનંત શાંન્તિ મળી જાય
અજબ શક્તિ ભોળાનાથની જગે,જે નિર્મળ ભક્તિએ કૃપા થાય
માતા પાર્વતીની ભક્તિકરતા,પિતા ભોળાનાથ પણ રાજીથાય
.                       …………………મનથી કરેલ શ્રધ્ધા ભક્તિએ.
ઉજ્વળ રાહ મળે પ્રદીપને ,જ્યાં મહાશિવરાત્રીએ અર્ચના થાય
પંચામૃતના અભિશેકથી,પિતા સંગ શ્રી ગણપતિજીની કૃપાથાય
ત્રિશુળધારી છે અતિ દયાળુ,જીવનમાં સાચી ભક્તિ આપી જાય
મોહમાયા કળીયુગના છુટતા,જીવનેમળેલ જન્મસફળ કરીજાય
.                    ……………………મનથી કરેલ શ્રધ્ધા ભક્તિએ.
=======================================

.              .પરમપિતા શંકર ભગવા,માતા પાર્વતી અને શ્રી ગણપતિના ચરણે
મહા શિવરાત્રીના પવિત્ર દીને ૐ નમઃ શિવાયના સ્મરણ સહિત વંદન.
આપના સેવક પ્રદીપ,રમા,દીપલ,રવિના કોટી કોટી વંદન. મહા વદ ૧૩,૨૦૭૦.

+++++++++++++++++++++++++++++++++++++++++