આગળ પાછળ​


.                      આગળ પાછળ​

તા:૩।૩।૨૦૧૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

અતુટ બંધન અવનીના,જીવ કર્મની કેડીએ જકડાય​
દેહમળે અવનીએ જીવને,જે તેના આગમનેસમજાય​
.                         …………….અતુટ બંધન અવનીના.
કરેલ કર્મ જે જીવને જકડે,માબાપથી દેહ મળી જાય​
પિતા પ્રેમની કેડી પકડી,ચીંધેલ દિશાએ ચાલી જાય
સંસ્કારને સાચ​વી જીવતા,ના આગળ વ્યાધી ભટકાય​
એજ સાચી સમજણ જગે,જ્યાં માન​વતા મહેંકી જાય​
.                       ………………અતુટ બંધન અવનીના.
સમયને પકડી ચાલતા,જીવને આનંદ આનંદ થાય​
મળી ગયેલ ઉત્તમકેડી જોતા,પાછળ આવવાપ્રેરાય​
કર્મ કરેલ જીવનમાં,અનેકને સાચી રાહ આપી જાય​
મોહમાયાને દુરજોતા,સૌ આગળપાછળ આવી જાય​
.                     ………………..અતુટ બંધન અવનીના.

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌++++++++++++++++++++++++++++++++++

પકડેલ કેડી


.                             .પકડેલ કેડી

તા:૩।૩।૨૦૧૪              પ્રદીપ બ્રહ્મભટ્ટ​

મળે માબાપનો શીતળ​પ્રેમ,જે મનને શાંન્તિ આપી જાય​
પરમાત્માની એકજ કૃપાએ,જીવને રાહ સાચી મળી જાય
.                       ………………….મળે માબાપનો શીતળ​ પ્રેમ.
પ્રેમની અનેક કેડી જગતમાં,લાયકાતે જીવને મળી જાય
શ્રધ્ધા રાખી કરેલ કામમાં,અંતરમાં આનંદની વર્ષા થાય
મોહમાયાનો જ્યાં ત્યાગ થાય,ત્યાં માનવતા મહેંકી જાય
નિર્મળજીવનની રાહ મળતા,વડીલને વંદન પ્રેમથી થાય
.                     …………………..મળે માબાપનો શીતળ​ પ્રેમ.
સત્કર્મોની પાવન રાહે,જીવનમાં જલાસાંઇની કૃપા થાય
મનને શાંન્તિ જીવનમાં મળતાંજ,ના આંટીઘુટી અથડાય
ભક્તિભાવના નિર્મળ સંગે,જીવને ઉજ્વળ રાહ મળી જાય
સાચી પકડેલ કેડી એજીવને,અંતે મુક્તિમાર્ગે જ દોરી જાય
.                     ……………………મળે માબાપનો શીતળ​ પ્રેમ.

===================================