. આગળ પાછળ
તા:૩।૩।૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અતુટ બંધન અવનીના,જીવ કર્મની કેડીએ જકડાય
દેહમળે અવનીએ જીવને,જે તેના આગમનેસમજાય
. …………….અતુટ બંધન અવનીના.
કરેલ કર્મ જે જીવને જકડે,માબાપથી દેહ મળી જાય
પિતા પ્રેમની કેડી પકડી,ચીંધેલ દિશાએ ચાલી જાય
સંસ્કારને સાચવી જીવતા,ના આગળ વ્યાધી ભટકાય
એજ સાચી સમજણ જગે,જ્યાં માનવતા મહેંકી જાય
. ………………અતુટ બંધન અવનીના.
સમયને પકડી ચાલતા,જીવને આનંદ આનંદ થાય
મળી ગયેલ ઉત્તમકેડી જોતા,પાછળ આવવાપ્રેરાય
કર્મ કરેલ જીવનમાં,અનેકને સાચી રાહ આપી જાય
મોહમાયાને દુરજોતા,સૌ આગળપાછળ આવી જાય
. ………………..અતુટ બંધન અવનીના.
++++++++++++++++++++++++++++++++++
Filed under: પ્રાકૃતિક કાવ્ય |
પ્રતિસાદ આપો