માન​વ કેડી


.                     .માન​વ કેડી

તા:૪।૩।૨૦૧૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ​

જીવની જ્યોત પ્રગટે કર્મે,જીવને એ જગાવી જાય​
માન​વતાની નિર્મળકેડીએ,પાવનકર્મ જીવથી થાય​
.                         ……………..જીવની જ્યોત પ્રગટે કર્મે.
સરળ જીવનની રાહ,જે સાચીભક્તિએ મળી જાય​
પ્રેમ પારખી પરમાત્માનો,આ જીવન નિર્મળ થાય​
નિરાધારનો આધાર બનતા,પરમાત્મા રાજી થાય​
મોહમાયાની ચાદર છુટતા,કર્મનાબંધન છુટી જાય
.                        ……………….જીવની જ્યોત પ્રગટે કર્મે.
કળીયુગની કેડી જીવનમાં,વ્યાધીઓ આપી જાય​
સાચીભક્તિ જલાસાંઇનીકરતાં,મનને શાંન્તિથાય​
નિર્મળ જીવનીરાહ મળતાં,જીવનમાં આનંદ થાય
કર્મનાબંધન જીવના છુટતાં,મુક્તિમાર્ગ મળીજાય​
.                     ………………….જીવની જ્યોત પ્રગટે કર્મે.‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

================================