સ્ત્રીનુ સન્માન


.                        સ્ત્રીનુ  સન્માન

તાઃ૫/૩/૨૦૧૪                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગતપિતાની અજબલીલા અવનીએ,ના માનવીને સમજાય
અતુટબંધન જીવને બંધાય,જ્યાંમાતાથી જીવને દેહ મળીજાય
.             …………………જગતપિતાની અજબલીલા અવનીએ.
મળે જીવને દેહ સ્ત્રીનો અવનીએ,પાવનકર્મની કેડીએ બંધાય
સંતાનના આગમને નિમીત બનતા,એને માતાએ ઓળખાય
સંસ્કારસાચવી જીવન દોરતા,ઉજ્વળરાહ સંતાનને મળી જાય
પતિને પ્રેમનીજ્યોત આપીને,કુળમાં પ્રેમાળરાહ એ આપીજાય
.          ……………………જગતપિતાની અજબલીલા અવનીએ.
બહેનની નિર્મળપ્રેમ ભાવનાજ,ભાઇની આંખો ભીની કરી જાય
પ્રેમ નિખાલસ બહેનનો મળતા,અંતરમાં અનંત આનંદ થાય
પ્રેમની જ્યોત જીવનમાં પ્રગટતા,સ્ત્રી દેહનું સન્માન કરી જાય
અવનીપરના આગમન સંબંધે,સ્ત્રીદેહને પ્રેમથીજ વંદન થાય
.          ……………………જગતપિતાની અજબલીલા અવનીએ.
પતિના પ્રેમને પામી લેતા,પત્નીનુ જીવન પણ ઉજ્વળ થાય
કુળની કેડી સચવાય માતાથી,જે અવનીએ કુળ સાચવી જાય
અજબકૃપા સ્ત્રી દેહની જગતમાં,જે માતાની ભક્તિએ મેળવાય
મળેજીવને રાહ સાચી જીવનમાં,જે જીવને મુક્તિમાર્ગે લઈજાય
.             ………………….જગતપિતાની અજબલીલા અવનીએ.

+++++++++++++++++++++++++++++++++++++++