ચી.નીલની કેડી


Neel

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                     . ચી.નીલની કેડી 

તાઃ૨૦/૨/૨૦૧૪                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ પ્રેમની ગંગા લઈને,ચી.નીલ પવિત્ર સ્નેહ આપી જાય
સંસ્કારની શીતળકેડી માબાપની,ઉજ્વળ જીવનએ જીવી જાય
.                              …………………..નિર્મળ પ્રેમની ગંગા લઈને.
આજકાલને ના પકડાતા જીવનમાં,ચોત્રીસ વર્ષને આંબી જાય
લઈને સાચીકેડી ભણતરની,સરસ્વતીમાની કૃપાએપામી જાય
શ્રધ્ધા રાખી મહેનત કરતાં,માનવ જન્મને સફળ એ કરી જાય
પાવનપ્રેમની જ્યોત મળતા સૌની,પવિત્રરાહને સાચવી જાય
.                           …………………….નિર્મળ પ્રેમની ગંગા લઈને.
લાગણી મોહના કદી સ્પર્શે નીલને,નિર્મળરાહ એ મેળવી જાય
મમ્મી સુરેખાબેનના ચરણને સ્પર્શી,સંસ્કારને એ સાચવી જાય
પિતા રાજનભાઇની ભણતરની કેડી,ઉજ્વળરાહને મેળવી જાય
વંદન વડીલોને કરી જીવનમાં,જલાસાંઇની કૃપાએ પામી જાય
.                           …………………….નિર્મળ પ્રેમની ગંગા લઈને.
પ્રેમ લીધો માબાપનો નીલે,જ્યાં કુટુંબને પ્રેમે માર્ગદર્શન દેવાય
બહેન સેજલનો પ્રેમઅનેરો,ભાઈ નીલની આંખો ભીની કરી જાય
જયકુમાર તો વહાલા બનેવી,સૌને નિર્મળપ્રેમ પણ આપી જાય
જીજાજીનો પ્રેમ મળતા નીલને,હૈયામાં આનંદનીવર્ષા થઈ જાય
.                         ………………………નિર્મળ પ્રેમની ગંગા લઈને.
માનવતાની મહેંક મળી માબાપથી,જે સંસ્કારને સાચવી જાય
ઉજ્વળ જીવનની રાહ મળે કૃપાએ,જે સાચી માનવતા કહેવાય
મહેનત મનથી કરે જીવનમાં,માબાપનેય અનંત આનંદ થાય
નિર્મળતાનો સંગ રાખીને જીવતા,આ જીવન પણ ઉજ્વળ થાય
.                           …………………….નિર્મળ પ્રેમની ગંગા લઈને.
—————————————————————————
.          મમ્મી સુરેખાબેન,પપ્પા શ્રી રાજનભાઇ શાહના વ્હાલા પુત્ર ચી. નીલને
આશીર્વાદ સહિત તેના લગ્નદીનની યાદ રૂપે સપ્રેમ ભેંટ.
લી.પ્રદીપ,રમા બ્રહ્મભટ્ટ પરિવાર તરફથી જય જલાસાંઇ.