હોળી લાવી


Holi 2014

.

.

.

.

.

.

.

.

.

.                             હોળી લાવી

તાઃ૯/૩/૨૦૧૪                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

હોળી આવી હોળી આવી, હ્યુસ્ટનમાં એ માનવતા લાવી
ગુલાલકંકુથી એ ઉમંગલાવી,ગુજરાતની એ યાદ લાવી
.              ……………………હોળી આવી ભઈ હોળી આવી.
ફાગણસુદ પુનમની પ્રભાતે,માનવમનમાં પ્રેમને લાવી
પીચકારીની એક જ દોરે,સૌના કપડાને એ રંગતી આવી
ગુજરાતીઓની એ ઉજ્વળકેડી,હ્યુસ્ટ્નમાં એ આવી દોડી
ખોબેખોબે કંકુને એ છોડતા,સૌના શરીરને લાલએ કરતા
.              …………………….હોળી આવી ભઈ હોળી આવી.
સંતાનોને ગુલાલ દેતા,માબાપ  હિન્દુ તહેવારને ચીંધતા
સમજણ સાચી પ્રસંગની મળતા,સૌની સાથે આનંદ લેતા
ગુજરાતીઓની માનવતા,જે તહેવારસાચવી જગે ચાલતા
નિર્મળ ભક્તિનો સંગ રાખતા,પ્રસંગનો આનંદ એ માણતા
.           ……………………… હોળી આવી ભઈ હોળી આવી.
======================================