શીતળ કર્મ


.                            .શીતળ કર્મ

તાઃ૧૫/૪/૨૦૧૪                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ મનને મોહ લાગતા,ના સાચી રાહ ને મેળવાય
શ્રધ્ધા ભક્તિ પ્રેમે કરતા,શીતળ કર્મ જીવને મળી જાય
.                     …………………માનવ મનને મોહ લાગતા.
અવનીપર મળેલ માનવદેહ,કર્મના બંધને  મેળવાય
લાગણી શ્રધ્ધા સમજીને દેતા,ઉજ્વળ રાહ મળી જાય
કર્મનીકેડી શીતળ મળે,જ્યાં જલાસાંઇની ભક્તિ થાય
આવી પ્રેમની વર્ષા પડતા,જીવને મુક્તિરાહ દઈ જાય
.                   ……………………માનવ મનને મોહ લાગતા.
અંતરમાં અનંત આનંદ થાય,જ્યાં પ્રેમ પરખાઈ જાય
માનવતાની મહેંક પ્રસરતાં,થયેલ પાપોયભાગી જાય
કર્મ જીવના બંધન બને છે,જે જીવને દેહ છુટતા દેખાય
મળે દેહ અવનીએ જીવને,દેહ મળતાજ  તેને સમજાય
.                  ……………………..માનવ મનને મોહ લાગતા.

+++++++++++++++++++++++++++++++++++=