રાહ સાચી


.                          .રાહ સાચી

તાઃ૨૨/૩/૨૦૧૪                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

રાહ મળે માનવીને સાચી,જ્યાં વડીલને વંદન થાય
ઉજ્વળતાની કેડી મળે,મળેલ જન્મ સફળ કરી જાય
.                     ………………….રાહ મળે માનવીને સાચી.
દેહ એતો છે દર્પણ જેવો,કરેલ કર્મ થકી જ એ વર્તાય
માનવતાની સાચી કેડી જ,જીવન ઉજ્વળ કરી જાય
પવિત્રરાહ ભક્તિની એવી,જે આશીર્વાદે મળી જાય
કર્મનાબંધન છોડવા જીવને,પ્રભુની કૃપા મળી જાય
.                     …………………..રાહ મળે માનવીને સાચી.
સંસ્કારની સાચીરાહ,જે વડીલને વંદનથીજ મેળવાય
અસીમકૃપા મળે સંતજલાસાંઇની,ભક્તિએ મળીજાય
મહેનત મનથી સાચી કરતા,સફળતાઓ મળતી જાય
વિદાયથતા અવનીથી,સંબંધીઓની આંખો ભીનીથાય
.                      …………………..રાહ મળે માનવીને સાચી.

++++++++++++++++++++++++++++++++++++++

ઉધ્ધાર


.                               .ઉધ્ધાર

તાઃ૨૨/૩/૨૦૧૪                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનમાં ઝંઝટો વળગે,જ્યાં અપેક્ષાઓને પકડાય
આવી તકલીફ મળે જીવને,ના કોઇનાથીય છટકાય
.                   …………………..જીવનમાં ઝંઝટો વળગે.
માનવ દેહ મળે અવનીએ,એ જ પ્રભુ કૃપા કહેવાય
નિર્મળતાના વાદળ ચુમે,ત્યાં માનવતા મહેંકી જાય
માયામોહ દુરફેંકતા,જગતથી જીવનો ઉધ્ધાર થાય
કૃપા મળે જલાસાંઇની,જીવને સુખશાંન્તિ મળીજાય
.                    ………………….. જીવનમાં ઝંઝટો વળગે.
કરેલ કર્મ એબંધન જીવના,જગના બંધને લઈ જાય
મળેરાહ જીવને અવનીએ,એજ સાચી ભક્તિ કહેવાય
મારૂ તારૂને અળગુ કરતા,કર્મનીકેડી સરળ થઈ જાય
માનવતાની મહેંક પ્રસરે,જેઅનેક જીવોને દોરી જાય
.                   …………………… જીવનમાં ઝંઝટો વળગે.

==================================