અચાનક થાય


.                      અચાનક થાય

તાઃ૨૪/૩/૨૦૧૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

અચાનક વાદળ ગાજે             અચાનક મેઘ વરસે

અચાનક જીભડી ઉપડે            અચાનક આવી અડકે

અચાનક વાણી ઉછળે             અચાનક  જીવને જકડે

અચાનક પ્રેમ ઉભરે                અચાનક તકલીફ આપે

અચાનક માયા અડકે             અચાનક જીવન બદલે

અચાનક આંગળી ચીંધે          અચાનક વ્યાધી વળગે

અચાનક ખાવાનુ બદલે         અચાનક શરીર બગડે

અચાનક બુધ્ધી બગડે            અચાનક ભણતર બગડે

================================

ઉજ્વળ સંધ્યા


.                      .ઉજ્વળ સંધ્યા

તાઃ૨૪/૩/૨૦૧૪                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રભાત પહોરે નિર્મળ ભાવે,જ્યાં સુર્ય અર્ચના કરી હોય
શ્રધ્ધાનોસહવાસ મળે જીવને,ત્યાં સંધ્યા ઉજ્વળ હોય
.              …………………..પ્રભાત પહોરે નિર્મળ ભાવે.
કળીયુગી કાતરથી અવનીએ,ના કોઇ જીવ સુખી હોય
પરમપ્રેમ જલાસાંઇનો મળે,જીવની સાચીભક્તિ હોય
મોહ માયાની ચાદર પણ છુટે,જ્યાં નિખાલસતા હોય
કર્મની કેડી ઉજ્વળ બને,અંતરથી નિર્મળ ભક્તિ હોય
.                ………………….પ્રભાત પહોરે નિર્મળ ભાવે.
મળેલ જન્મ અવનીએ,જીવ પાવન કર્મથી સુખી હોય
ૐ નમઃશિવાયના સ્મરણથીજ,પ્રભુ શિવનીકૃપા હોય
સરળરાહ જીવનમાં મળતા,નાકોઇ તકલીફ પણ હોય
પાવન જીવનનો અંત આવતા,જીવ મુક્તિ માર્ગે હોય
.            …………………….પ્રભાત પહોરે નિર્મળ ભાવે.

==================================