ગજાનંદની જ્યોત


Mabapni Seva

 

 

 

 

 

 

 

 

 

.                      .ગજાનંદની જ્યોત

તાઃ૨૫/૩/૨૦૧૪                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ જીવનની રાહ મળે,જ્યાં ગજાનંદની કૃપા થાય
ગૌરીનંદનની એક કલમે,જીવનની જ્યોત પ્રગટી જાય
.                   ………………….ઉજ્વળ જીવનની રાહ મળે.
શીતળ પ્રભાતની જ્યોત પ્રગટે,જ્યાં સુર્ય અર્ચના થાય
પરમાત્માની એકજ દ્રષ્ટિએ,જીવથી પાવનકર્મજ થાય
ગં ગણપતયે નમઃ ના ગુંજને,એ ઘર પણ પવિત્ર  થાય
પાવન રાહ મળતા જીવનમાં,અશાંન્તિ દુર ભાગી જાય
.                 ……………………ઉજ્વળ જીવનની રાહ મળે.
મા પાર્વતીના વ્હાલાસંતાન,પિતાનીકેડીએ ચાલી જાય
ભક્તિભાવથી મળેલ કેડી,જીવનો જન્મ સફળ કરી જાય
આશીર્વાદની હેલીરહેતા,જગતનીવ્યાધીઓ ભાગી જાય
જ્યોતકૃપાની અખંડવરસતા,ગજાનંદને પ્રેમેવંદનથાય
.                  …………………..ઉજ્વળ જીવનની રાહ મળે.

====================================