નિર્મળ ભાવ


  .                        . નિર્મળ ભાવ

તાઃ  ૨૬/૩/૨૦૧૪                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ ભાવનાનો સંગ રાખીને,પ્રેમે પધારજો આપ
માનવતાની મહેંક પ્રસરે,મળશે પાવનકર્મનો સાથ
.                …………………..નિર્મળ ભાવનાનો સંગ રાખીને.
કળીયુગનીકાતર છોડવા,લેજો નિર્મળ ભક્તિનો પંથ
ઉજ્વળતાના વાદળ વરસે,રહેશે પાવન કર્મનો સંગ
આવતા આંગણે આવકાર મળશે,થશે હ્ર્દયમાં ઉમંગ
થશે કૃપા જલાસાંઇની જીવ પર,ભક્તિનો મળશે રંગ
.               …………………..નિર્મળ ભાવનાનો સંગ રાખીને.
કંકુનો કપાળે કરી ચાંદલો,આવકાર હું પ્રેમથી દઈશ
પવિત્રભાવના સંગે રહેતા,પાવનપગલા પડશેઅહીં
સાચો પ્રેમ મળશે સહવાસે,જીવન ઉજ્વળ થશે ભઈ
લાગણીપ્રેમ અંતરથીમળતાં,નિર્મળજીવન થશેઅહીં
.                ………………….નિર્મળ ભાવનાનો સંગ રાખીને.

=================================