ભક્તિ સાગર


,                         ભક્તિ સાગર

તાઃ૨૭/૩/૨૦૧૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે પ્રેમ જલાસાંઇનો જીવને,નિર્મળ રાહ મળી જાય
શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં,જીવ ભક્તિસાગરમાં ન્હાય
.                  …………………મળે પ્રેમ જલાસાંઇનો જીવને.
પાવન કેડીઓ મળે જીવનમાં,એજ સાચુ પુણ્ય કહેવાય
મોહમાયાની ચાદર છુટે,જીવ આધીવ્યાધી આંબી જાય
મળે શાંન્તિ તનમનને સાચી,આ જન્મ સફળ થઈજાય
જલાસાંઇનો મળે પ્રેમ,જે  જીવને પાવન કર્મ દઈ જાય
.                ………………….મળે પ્રેમ જલાસાંઇનો જીવને.
કુદરતનીકેડી છેનિર્મળ,જીવને સાચીભક્તિએ મળીજાય
કર્મની કેડી જ્યાં ભક્તિ પકડે,જીવન જ્યોત પ્રગટી જાય
અવનીનાબંધન પણ છુટે,જ્યાં ભક્તિસાગરમાં દેહ જાય
કરેલકર્મ અંતેજીવને,પરમકૃપાએ જીવને મોક્ષ મળીજાય
.               …………………..મળે પ્રેમ જલાસાંઇનો જીવને.

*******************************************