વ્યાધી આવી


.                          .વ્યાધી આવી

તાઃ૨૦/૪/૨૦૧૪                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

અંતરને ના આંબે કોઇ,કે ના માનવમનથીય સચવાય
નિર્મળતાની કેડી પકડતા,મળેલ જીવન ઉજ્વળ થાય
.                     …………………..અંતરને ના આંબે કોઇ.
રાહ મળે જ્યાં ભક્તિની જીવને,જલાસાંઇની કૃપા થાય
મોહમાયાને દુરજ રાખતા,કળીયુગી જીવનથી છટકાય
સુખશાંન્તિનાવાદળ વરસે,આવતી વ્યાધી ભાગી જાય
કલમનીકેડી મળે પ્રભુકૃપાએ,જે પાવનરાહ આપી જાય
.                   …………………….અંતરને ના આંબે કોઇ.
દેખાવનીદુનિયા કળીયુગને ખેંચે,આ જીવન લબડી જાય
રામનામની કેડી છુટતા,જીવનની નિર્મળતા ભાગી જાય
એકવ્યાધીને દુર કરતા,બીજી આવીને જીવન જકડી જાય
જન્મમરણનાબંધન મળતા,જીવઅવનીએ આવીભટકાય
.                  ……………………..અંતરને ના આંબે કોઇ.

=====================================

નિર્મળ સ્નેહ


.                          નિર્મળ સ્નેહ

તાઃ૧૬/૪/૨૦૧૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ સ્નેહને પામી લેતા,આ જીવન શીતળ થાય
ઉજ્વળતાની કેડી લેતા,પાવનકર્મ જીવનમાં થાય
.               ………………….નિર્મળ સ્નેહને પામી લેતા.
સરળ જીવનની સાંકળ મળતા,પ્રભુ કૃપા થઈ જાય
પળ પળ જીવનમાં સચવાતા,ના આફતો અથડાય
મળેપ્રેમ જીવનમાં સૌનો,પામરજીવન પાવનથાય
મળેલદેહ અવનીએ,સાચીશ્રધ્ધાએ મુક્તિપામીજાય
.               ………………….નિર્મળ સ્નેહને પામી લેતા.
માનવતાની મહેંકપ્રસરે,જ્યાં જલાસાંઇની કૃપા થાય
પવિત્ર જીવોનો પ્રેમ મળે,જે જીવન ઉજ્વળ કરી જાય
મોહમાયાને પાછળ મુકતા,કળીયુગનો કોપ છુટી જાય
અંતરમાં આનંદ ઉભરાતા,અનંત શાંન્તિય મળી જાય
.             ……………………નિર્મળ સ્નેહને પામી લેતા.

++++++++++++++++++++++++++++++++++++

હનુમાન જયંતી


hanukaka

.

 

.

 

 

 

 

 

 

 

 

 

 

.

 

 

 

.

 

                     હનુમાન જયંતી

૧૫/૪/૨૦૧૪                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવનપુત્ર હનુમાન,જેની જગતમાં ભક્તિમાં છે શાન
એવા રામભક્ત હનુમાન.ઉજવુ તેમની જયંતી આજ
………..બોલો જય જય શ્રી હનુમાન,બોલો મહાવીર હનુમાન.
ભજન ભક્તિનો સંગ એવો,ના જગતમાં કોઇનો એવો
શ્રધ્ધા રાખીને પર્વત લીધો,શ્રી લક્ષ્મણજીને જીવ દીધો
પામીકૃપા શ્રી રામની,માતા સીતાજીનો પ્રેમ પણ લીધો
સિંદુરનો સહવાસ મેળવી,મર્દાનગીની જ્યોત જગેદીધી
………..એવા મહાવીર હનુમાન,બોલો જય જય શ્રી હનુમાન.
જન્મદીનનો લ્હાવો એવો,ગદા લઈને જગતમાં એ ઘુમે
પામે પ્રેમ પરમાત્માનો એ એવો,અજબ શક્તિને એચુમે
ૐ નમો હનુમંતાય નમઃથી,ઉજ્વળ રાહ જીવને છેદીધી
મુક્તિ માર્ગની નિર્મળ કેડીએ,સ્વર્ગની સીડી સૌને દીધી
……….એવા મહાવીર હનુમાન,બોલો જય જય શ્રી હનુમાન.

====================================

સત્યની સીડી


.                        સત્યની સીડી

તાઃ૧૨/૪/૨૦૧૪                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે જીવનમાં જ્યાં માર્ગ સાચો.માનવતા મહેંકી જાય
પ્રેમભાવની સરળ કેડી લેતા ,સત્યની સીડી મળી જાય
.             ………………..મળે જીવનમાં જ્યાં માર્ગ સાચો.
આંગળી એ ચીંધે છે કેડી,જે જીવને સમજતા જ પકડાય
મળે જો સાચી રાહ જીવનમાં,સુખ શાંન્તિની વર્ષા થાય
અવનીપરના આગમનનો સંબંધ,કર્મની કેડીએબંધાય
આગમન વિદાય એ સંબંધજીવનો,દેહ મળતા સમજાય
.            …………………મળે જીવનમાં જ્યાં માર્ગ સાચો.
શિતળતાની એક જ રાહ,જે  નિર્મળ ભક્તિએ જ મળી જાય
શ્રધ્ધારાખી ભક્તિ કરતા,સંતજલાસાંઇની કૃપા મળી જાય
આવી આંગણે જ્યાં કૃપા રહે,જીવનો જન્મ સફળ થઈ જાય
મોહમાયાની ચાદર છુટતાં,જીવને સત્યનીસીડી મળી જાય
.            ………………….મળે જીવનમાં જ્યાં માર્ગ સાચો.

====================================

જકડે માયા


.                          જકડે માયા

તાઃ૧૦/૪/૨૦૧૪                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળેલ માયા જકડે કાયા,કળીયુગી કાતર એ કહેવાય
કર્મનાબંધન જીવને જકડે,ને જીવઅવનીએ  ભટકાય
.                    ………………….મળેલ માયા જકડે કાયા.
કાયામળે જ્યાં જીવને અવનીએ,કર્મનીકેડીએ પકડાય
કર્મબંધનની કેડીએ અટવાતા,ના રાહ સરળ મેળવાય
નિર્મળતાનો સંગ રાખવા,જીવને ભક્તિરાહ મળી જાય
કરેલસાચીશ્રધ્ધાએ ભક્તિ,જીવના મુક્તિદ્વાર ખુલીજાય
.                  ……………………મળેલ માયા જકડે કાયા.
મોહમાયાથી નાછટકે કોઇ,છોને દેખાવે ધર્મ પકડી જાય
નિર્મળ ભક્તિની રાહસાચી,જીવને મુક્તિ માર્ગે લઈ જાય
મળેલ દેહથી માયા છુટતા,જીવના જન્મબંધન છુટીજાય
જલાસાંઇની નિર્મળ ભક્તિએ,પરમાત્માની કૃપામેળવાય
.                  ……………………મળેલ માયા જકડે કાયા.

=====================================

પરમકૃપા


                         પરમકૃપા

તાઃ૯/૪/૨૦૧૪                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમકૃપા પરમાત્માની થતાં,ઉજ્વળ રાહે જીવ દોરાય
મળે માનવતાની મહેંક જીવનમાં,ભક્તિરાહ મળી જાય
.               …………………..પરમકૃપા પરમાત્માની થતાં.
આંવી આંગણે કૃપા મળે,જ્યાં જલાસાંઇની ભક્તિ થાય
મનમંદીરનીછે મહેંક અનેરી,જ્યાં ઘર ભક્તિએ બંધાય
રામનામની અજબકેડીએ,ના આધી વ્યાધીઓ અથડાય
શાંન્તિના વાદળવરસતાં,ભક્તિએ પરમકૃપા મળી જાય
.               ……………………પરમકૃપા પરમાત્માની થતાં.
નિર્મળતાનો સંગ મળે જીવનમાં,ઉજ્વળ રાહ મળી જાય
મુક્તિમાર્ગનીરાહમળે જીવને,સંતનીસેવાએ અનુભવાય
અસીમકૃપા અવીનાશીની મળતા,પાવનરાહ મળી જાય
જન્મ મરણના અતુટ બંધન,પરમકૃપાએ જ છુટી જાય
.                …………………..પરમકૃપા પરમાત્માની થતાં.

==================================

ભક્તિનીશક્તિ


.                     ભક્તિનીશક્તિ

તાઃ૧૦/૪/૨૦૧૪                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિની શક્તિ છે નિરાળી,જે  જન્મ સફળ કરી જાય
આંગળીપકડી જલાસાંઇની,ઉજ્વળ જીવન કરી જાય
.                ………………….ભક્તિની શક્તિ છે નિરાળી.
અંતરમાં ના ઉભરો કોઇ,કે ના ભગવુ  માળાને પકડાય
પ્રેમ ભાવથી કરેલ ભક્તિ,પાવનદ્વાર જીવને દઈ જાય
મળી ગઈ માયા કાયાને ,ના કોઇથી દેખાવથી  છટકાય
પાવનકર્મની કેડી છુટતા,જીવ અધોગતીએ ચાલીજાય
.                …………………..ભક્તિની શક્તિ છે નિરાળી.
સંસારની સાચી સાંકળ પકડતા,ના મોહમાયા અથડાય
ભક્તિપ્રેમથી ઘરમાં કરતા,જીવને રાહ સાચી મળી જાય
ઉજ્વળકેડી જીવનેમળતાં,સાચીજલાસાંઇની ભક્તિથાય
આવતી વ્યાધી દુર રહેતા,મળેલ જન્મ સફળ થઈ જાય
.                  ………………….ભક્તિની શક્તિ છે નિરાળી.

+++++++++++++++++++++++++++++++++

સંબંધ પ્રેમનો


.                       .સંબંધ પ્રેમનો

તાઃ૩/૪/૨૦૧૪                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ રાહ મળે જીવનમાં,ને મનને શાંન્તિ મળી જાય
નિર્મળતાનો સંગ મળતાં જ,પાવન કર્મ જીવનમાં થાય
.                       ………………….. ઉજ્વળ રાહ મળે જીવનમાં.
માનવજીવનની કેડી મળે જીવને,જ્યાં સંસ્કારને સચવાય
અંતરમાં આનંદની વર્ષાએ,મળેલ જન્મ પાવન થઈ જાય
કર્મનીકેડી એછે કર્મનાબંધન,અવનીએ જીવને જકડી જાય
સંબંધ પ્રેમનો માનવતાએજ મળે,જે જીવને ખુશી દઈ જાય
.                       …………………… ઉજ્વળ રાહ મળે જીવનમાં.
કુદરતની છે આ અજબલીલા,ના કોઇ જીવથી જગે છટકાય
અવની પરના બંધનને છોડે,જ્યાં પ્રેમથી જલાસાંઇ ભજાય
મુક્તિમાર્ગની રાહમળે જીવને,જેમળેલ જન્મસફળ કરીજાય
પામર જીવને કૃપા મળતાંં,જીવના જન્મના બંધન છુટી જાય
.                     …………………….. ઉજ્વળ રાહ મળે જીવનમાં.

==================================