સંબંધ પ્રેમનો


.                       .સંબંધ પ્રેમનો

તાઃ૩/૪/૨૦૧૪                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ રાહ મળે જીવનમાં,ને મનને શાંન્તિ મળી જાય
નિર્મળતાનો સંગ મળતાં જ,પાવન કર્મ જીવનમાં થાય
.                       ………………….. ઉજ્વળ રાહ મળે જીવનમાં.
માનવજીવનની કેડી મળે જીવને,જ્યાં સંસ્કારને સચવાય
અંતરમાં આનંદની વર્ષાએ,મળેલ જન્મ પાવન થઈ જાય
કર્મનીકેડી એછે કર્મનાબંધન,અવનીએ જીવને જકડી જાય
સંબંધ પ્રેમનો માનવતાએજ મળે,જે જીવને ખુશી દઈ જાય
.                       …………………… ઉજ્વળ રાહ મળે જીવનમાં.
કુદરતની છે આ અજબલીલા,ના કોઇ જીવથી જગે છટકાય
અવની પરના બંધનને છોડે,જ્યાં પ્રેમથી જલાસાંઇ ભજાય
મુક્તિમાર્ગની રાહમળે જીવને,જેમળેલ જન્મસફળ કરીજાય
પામર જીવને કૃપા મળતાંં,જીવના જન્મના બંધન છુટી જાય
.                     …………………….. ઉજ્વળ રાહ મળે જીવનમાં.

==================================