જકડે માયા


.                          જકડે માયા

તાઃ૧૦/૪/૨૦૧૪                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળેલ માયા જકડે કાયા,કળીયુગી કાતર એ કહેવાય
કર્મનાબંધન જીવને જકડે,ને જીવઅવનીએ  ભટકાય
.                    ………………….મળેલ માયા જકડે કાયા.
કાયામળે જ્યાં જીવને અવનીએ,કર્મનીકેડીએ પકડાય
કર્મબંધનની કેડીએ અટવાતા,ના રાહ સરળ મેળવાય
નિર્મળતાનો સંગ રાખવા,જીવને ભક્તિરાહ મળી જાય
કરેલસાચીશ્રધ્ધાએ ભક્તિ,જીવના મુક્તિદ્વાર ખુલીજાય
.                  ……………………મળેલ માયા જકડે કાયા.
મોહમાયાથી નાછટકે કોઇ,છોને દેખાવે ધર્મ પકડી જાય
નિર્મળ ભક્તિની રાહસાચી,જીવને મુક્તિ માર્ગે લઈ જાય
મળેલ દેહથી માયા છુટતા,જીવના જન્મબંધન છુટીજાય
જલાસાંઇની નિર્મળ ભક્તિએ,પરમાત્માની કૃપામેળવાય
.                  ……………………મળેલ માયા જકડે કાયા.

=====================================

Advertisements

પરમકૃપા


                         પરમકૃપા

તાઃ૯/૪/૨૦૧૪                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમકૃપા પરમાત્માની થતાં,ઉજ્વળ રાહે જીવ દોરાય
મળે માનવતાની મહેંક જીવનમાં,ભક્તિરાહ મળી જાય
.               …………………..પરમકૃપા પરમાત્માની થતાં.
આંવી આંગણે કૃપા મળે,જ્યાં જલાસાંઇની ભક્તિ થાય
મનમંદીરનીછે મહેંક અનેરી,જ્યાં ઘર ભક્તિએ બંધાય
રામનામની અજબકેડીએ,ના આધી વ્યાધીઓ અથડાય
શાંન્તિના વાદળવરસતાં,ભક્તિએ પરમકૃપા મળી જાય
.               ……………………પરમકૃપા પરમાત્માની થતાં.
નિર્મળતાનો સંગ મળે જીવનમાં,ઉજ્વળ રાહ મળી જાય
મુક્તિમાર્ગનીરાહમળે જીવને,સંતનીસેવાએ અનુભવાય
અસીમકૃપા અવીનાશીની મળતા,પાવનરાહ મળી જાય
જન્મ મરણના અતુટ બંધન,પરમકૃપાએ જ છુટી જાય
.                …………………..પરમકૃપા પરમાત્માની થતાં.

==================================

ભક્તિનીશક્તિ


.                     ભક્તિનીશક્તિ

તાઃ૧૦/૪/૨૦૧૪                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિની શક્તિ છે નિરાળી,જે  જન્મ સફળ કરી જાય
આંગળીપકડી જલાસાંઇની,ઉજ્વળ જીવન કરી જાય
.                ………………….ભક્તિની શક્તિ છે નિરાળી.
અંતરમાં ના ઉભરો કોઇ,કે ના ભગવુ  માળાને પકડાય
પ્રેમ ભાવથી કરેલ ભક્તિ,પાવનદ્વાર જીવને દઈ જાય
મળી ગઈ માયા કાયાને ,ના કોઇથી દેખાવથી  છટકાય
પાવનકર્મની કેડી છુટતા,જીવ અધોગતીએ ચાલીજાય
.                …………………..ભક્તિની શક્તિ છે નિરાળી.
સંસારની સાચી સાંકળ પકડતા,ના મોહમાયા અથડાય
ભક્તિપ્રેમથી ઘરમાં કરતા,જીવને રાહ સાચી મળી જાય
ઉજ્વળકેડી જીવનેમળતાં,સાચીજલાસાંઇની ભક્તિથાય
આવતી વ્યાધી દુર રહેતા,મળેલ જન્મ સફળ થઈ જાય
.                  ………………….ભક્તિની શક્તિ છે નિરાળી.

+++++++++++++++++++++++++++++++++