હનુમાન જયંતી


hanukaka

.

 

.

 

 

 

 

 

 

 

 

 

 

.

 

 

 

.

 

                     હનુમાન જયંતી

૧૫/૪/૨૦૧૪                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવનપુત્ર હનુમાન,જેની જગતમાં ભક્તિમાં છે શાન
એવા રામભક્ત હનુમાન.ઉજવુ તેમની જયંતી આજ
………..બોલો જય જય શ્રી હનુમાન,બોલો મહાવીર હનુમાન.
ભજન ભક્તિનો સંગ એવો,ના જગતમાં કોઇનો એવો
શ્રધ્ધા રાખીને પર્વત લીધો,શ્રી લક્ષ્મણજીને જીવ દીધો
પામીકૃપા શ્રી રામની,માતા સીતાજીનો પ્રેમ પણ લીધો
સિંદુરનો સહવાસ મેળવી,મર્દાનગીની જ્યોત જગેદીધી
………..એવા મહાવીર હનુમાન,બોલો જય જય શ્રી હનુમાન.
જન્મદીનનો લ્હાવો એવો,ગદા લઈને જગતમાં એ ઘુમે
પામે પ્રેમ પરમાત્માનો એ એવો,અજબ શક્તિને એચુમે
ૐ નમો હનુમંતાય નમઃથી,ઉજ્વળ રાહ જીવને છેદીધી
મુક્તિ માર્ગની નિર્મળ કેડીએ,સ્વર્ગની સીડી સૌને દીધી
……….એવા મહાવીર હનુમાન,બોલો જય જય શ્રી હનુમાન.

====================================