નિર્મળ સ્નેહ


.                          નિર્મળ સ્નેહ

તાઃ૧૬/૪/૨૦૧૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ સ્નેહને પામી લેતા,આ જીવન શીતળ થાય
ઉજ્વળતાની કેડી લેતા,પાવનકર્મ જીવનમાં થાય
.               ………………….નિર્મળ સ્નેહને પામી લેતા.
સરળ જીવનની સાંકળ મળતા,પ્રભુ કૃપા થઈ જાય
પળ પળ જીવનમાં સચવાતા,ના આફતો અથડાય
મળેપ્રેમ જીવનમાં સૌનો,પામરજીવન પાવનથાય
મળેલદેહ અવનીએ,સાચીશ્રધ્ધાએ મુક્તિપામીજાય
.               ………………….નિર્મળ સ્નેહને પામી લેતા.
માનવતાની મહેંકપ્રસરે,જ્યાં જલાસાંઇની કૃપા થાય
પવિત્ર જીવોનો પ્રેમ મળે,જે જીવન ઉજ્વળ કરી જાય
મોહમાયાને પાછળ મુકતા,કળીયુગનો કોપ છુટી જાય
અંતરમાં આનંદ ઉભરાતા,અનંત શાંન્તિય મળી જાય
.             ……………………નિર્મળ સ્નેહને પામી લેતા.

++++++++++++++++++++++++++++++++++++