ભારતની શાન


Modi

 

 

 

 

 

 

 

 

 

 

 

.                          ભારતની શાન

તાઃ૨૬/૫/૨૦૧૪                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગુજરાતી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ,ભારતની ભુમીને  ખોદી
ભગાડ્યા કોંગ્રેસીઓને,જીતીને દેશને સાચી કેડી દઈ દીધી
…………….એવા નરેન્દ્રભાઇ મોદીમાં સૌએ લાયકાત ઉજ્વળ દીઠી.
આઝાદીની અમર ગાથામાં,ગુજરાતીઓએ નામના આપી દીધી
ભારતનીશાન જગતમાંવધી,ત્યાં ગુજરાતીઓએ લાગણી લીધી
નિર્મળતાનો સંગ રાખતા,સાચી દેશ ભક્તિએ પ્રભુ કૃપાને માણી
સફળતાનીકેડીને નરેન્દ્રભાઇએ,માતાના આશિર્વાદેમેળવીલીધી
…………. ભગાડ્યા કોંગ્રેસીઓને,જીતીને દેશને સાચી કેડી દઈ દીધી.
ગુજરાતીઓનુ ગૌરવ છે મોદી,જેણે ગુજરાતને ઉજ્વળતા આપી
વિશ્વમાં જેને સન્માન મળે છે,એ જ છેસાચા  પ્રેમાળ ગુજરાતી
માનવતાની મહેંક પ્રસરે જ્યાં,ત્યાં સૌનો સાથ મળે છે જગતમાં
પરમાત્માની પરમ કૃપા પામીને,માનવતાની મહેંકને પ્રસરાવી
………………એવા નરેન્દ્રભાઇ મોદીમાં સૌએ લાયકાત ઉજ્વળ દીઠી.

++++++++++++++++++++++++++++++++++++++++++

માતાના આશિર્વાદ


માતાના આશિર્વાદ

 

 

 

 

 

 

 

 

 

 

 

.                         .માતાના આશિર્વાદ

તાઃ૧૭/૫/૨૦૧૪                                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે માતાના આશિર્વાદ સંતાનને,પાવનરાહ જ મળી જાય
ઉજ્વળ જીવનને કેડી મળે,ભારતના વડાપ્રધાન બની જાય
.               ………..એવા નરેન્દ્રભાઇ પર અભિનંદનની વર્ષા થાય.
મનથી કરેલ સમાજ સેવાએ,ગુજરાતને ઉજ્વળ શાન દેવાય
નિર્મળ ભાવના રાખી જીવતા,જીવનમાં પાવનકર્મ મળી જાય
નરેન્દ્રભાઇની સાચી કેડી,માતાના આશિર્વાદથી જ મળી જાય
સફળતાની સાચીકેડી,તેમને વડાપ્રધાનની પદવી આપીજાય
.                  ……….એવા નરેન્દ્રભાઇ પર અભિનંદનની વર્ષા થાય.
મા સરસ્વતી્ના સંતાન એ છે,જે ઉજ્વળ કલમથી જ દેખાય
કલમની કેડી સન્માન દે,ને સમાજની સેવાએ જીત મેળવાય
ભારતમાતાના એ સંતાન છે,જે ભાજપને રાહસાચી દઈ જાય
મોહમાયાને દુર રાખીને જીવતા,ના સંસારમાં એકદી લબદાય
.                   ……….એવા નરેન્દ્રભાઇ પર અભિનંદનની વર્ષા થાય.
.========================================

.        ભારતના ગુજરાત રાજ્યના સંસ્કારી સંતાન અને ગુજરાતની યોગ્યરાહે
દરકાર કરનાર મુખ્યપ્રધાન શ્રી નરેન્દ્રભાઇને હવે પરમાત્માએ ભારત દેશને
ઉજ્વળરાહ અને વિકાસની દોર વડાપ્રધાન બનાવીને આપી છે. જે ગુજરાતીઓ
માટે ગૌરવ છે અને અભિમાન પણ છે કે પરમાત્મા ભારતની અસીમ કૃપા અને
માતાના અંતરથી મળેલ આશિર્વાદ જ તેમને ઉજ્વળતાની રાહે સાથ આપે છે.
.         લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ અને હ્યુસ્ટનના સરસ્વતી સંતાનના અભિનંદન.

શીતળ સોમવાર


Shivji bhole

 

 

 

 

 

 

 

 

 

.                           .શીતળ સોમવાર

તાઃ૧૨/૫/૨૦૧૪                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળતાના વાદળ વરસે,ને શીતળતાય મળી જાય
ભોલેનાથની પરમ કૃપાએજ,સોમવાર શુભ થઈ જાય
.             ……………………નિર્મળતાના વાદળ વરસે.
શીવલીંગને સવારે દુધ અર્ચતા,પિતા શિવજી હરખાય
માપાર્વતીની કૃપા મળતા,સંતાનનુ જીવન સુધરીજાય
ૐ નમઃ શિવાયનુ સ્મરણ,પાવન રાહ જીવને દઈ જાય
મળે મનને શાંન્તિ જીવનમાં,સોમવાર શીતળ થઈજાય
.              ……………………નિર્મળતાના વાદળ વરસે.
અજબ અવિનાશી શિવ ભોલે શંકર,મોહમાયા તોડી જાય
પિતાનો પ્રેમ મળે જીવને,જ્યાં શ્રી ગણેશજીની પુંજા થાય
સિધ્ધીવિનાયક થાય કૃપાળુ,જ્યાં ભોલેનાથની સેવાથાય
મળે જીવને રાહ મુક્તિની,પરમકૃપાળુ શિવજીનીકૃપાથાય
.              …………………….નિર્મળતાના વાદળ વરસે.

================================

 

અનોખી માયા


.                        અનોખી માયા

તાઃ૧૦/૫/૨૦૧૪                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબલીલા અવિનાશીની,અવનીએ કળીયુગથી સંથાય
સમયની શીતળ કેડી જીવને,નિર્મળ ભક્તિએ મળી જાય
.                     …………………..અજબલીલા અવિનાશીની.
દેખાવની દુનીયા જીવને જકડે,ના જગે કોઇથીય છટકાય
ભગવામાં ભટકતી આ દુનીયા,નારીના દેહથી ભડકી જાય
જન્મ મરણ ના બંધન જીવના,કર્મની કેડીએજ મળી જાય
અનોખી માયા છે અવનીની,જીવને સદાય એ જકડી જાય
.                   …………………… અજબલીલા અવિનાશીની.
મોહમાયા એજ કેડી છે જીવની,સાચી ભક્તિએ આઘી જાય
પ્રેમમળે સંત જલાસાંઇનો જીવને,અનોખી માયા છુટી જાય
મનથી કરેલ ભક્તિ જીવનમાં,સદાય સાચી રાહ આપી જાય
પામર જીવનથી મુક્તિ મળતા,અવનીના બંધન છુટી જાય
.                    …………………….અજબલીલા અવિનાશીની.

=====================================

જીવની સાચીકેડી


.                    .જીવની સાચીકેડી

તાઃ૮/૫/૨૦૧૪                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

જકડે જીવને માયા જગની,ત્યાં નિર્મળતા છટકી જાય
ઉજ્વળ જીવનની રાહ છુટે,ત્યાં કર્મની કેડીમળી જાય
.                   …………………જકડે જીવને માયા જગની.
કર્મના બંધન છે કળીયુગના,જીવ આગમનથી બંધાય
જન્મમૃત્યુ એ જકડે જીવને,ત્યાં સુખદુખમાં એ ભટકાય
અવનીના આવનજાવનમાં,જીવ કર્મબંધને જ પીડાય
જન્મમેળવી ભટકે એજીવ,જે અચાનક મૃત્યુ પામી જાય
.                …………………..જકડે જીવને માયા જગની.
દેહ મળે માનવીનો જીવને,જે નિર્મળ રાહે પાવન થાય
સંસ્કારનીશીતળકેડી માબાપથી લેતા,પ્રભુકૃપા સહેવાય
આવતીવ્યાધીને આંબીલેવા,સંતજલાસાંઇની કૃપા થાય
રાહમળે જ્યાં જીવનેસાચી,જીવના સ્વર્ગના દ્વારખુલીજાય
.               ……………………જકડે જીવને માયા જગની.

++++++++++++++++++++++++++++++++++

શીતળ કર્મની કેડી


.                  શીતળ કર્મની કેડી

તાઃ૭/૫/૨૦૧૪                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમાત્માનો પ્રેમ મળે જીવને,જ્યાં સાચી ભક્તિ પ્રેમે થાય
શીતળ કર્મની કેડી મેળવતાં,જીવનો જન્મ સફળ થઈ જાય
.                   …………………..પરમાત્માનો પ્રેમ મળે જીવને.
જન્મ મરણ છે જીવનાબંધન,અવનીએ આવન જાવન થાય
સત્કર્મની નિર્મળ સાંકળ પકડતા,જીવ ભક્તિ માર્ગે જ દોરાય
મોહમાયાને સમજીને ચાલતા,આ માનવ જીવન મહેંકી જાય
કરેલ કર્મની પવિત્ર રાહે,જીવનમાં અનંત શાંન્તિ મળી જાય
.                  ……………………પરમાત્માનો પ્રેમ મળે જીવને.
સાચી ભક્તિની રાહ મળે સંતથી,જે જીવનપાવન કરી જાય
જલાસાંઇની જ્યોત નિરાળી,જીવની માનવતા મહેંકી જાય
ભક્તિજ્યોત પ્રગટતા જીવનમાં,પરમાત્માનુ આગમનથાય
કૃપા મળતા સંત જલાસાંઇની,જીવને મુક્તિમાર્ગ મળી જાય
.                 …………………….પરમાત્માનો પ્રેમ મળે જીવને.

========================================

પવિત્ર જીવન


.                          પવિત્ર જીવન

તાઃ૫/૫/૨૦૧૪                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનથી કરેલ મહેનત જગતમાં, જીવને સુખ શાંન્તિ દઈ જાય
નિર્મળભાવનાએ જીવન જીવતા,મળેલ જન્મસફળ થઈ જાય
.                    …………………..મનથી કરેલ મહેનત જગતમાં.
પવિત્રરાહ એ પ્રેમાળ જીવન,જ્યાં સાચી ભક્તિ પ્રેમથી થાય
જલારામની જ્યોત પારખતા,જીવોને અન્નદાન પ્રેમે દેવાય
પરમાત્માની પરખ થતા જીવનમાં,મોહમાયા દુર થઈ જાય
આવી આંગણે પ્રભુ પધારે,જીવની પવિત્ર લાયકાત કહેવાય
.                  ……………………મનથી કરેલ મહેનત જગતમાં.
માનવતાની કેડી મળે જીવને,જ્યાં સાંઇબાબાની પુંજા થાય
અલ્લાઇશ્વરની સાચીભક્તિએ,માનવજીવન આ મહેંકી જાય
મળે પ્રેમ માનવતાનો જીવનમાં,પાવનકર્મ જીવનમાં થાય
ૐ શ્રી સાંઇનાથાયના સ્મરણથી,ભોલેનાથની કૃપાથઈજાય
.                …………………….મનથી કરેલ મહેનત જગતમાં.

=======================================

સ્વ.સુમનભાઇને શ્રધ્ધાંજલી


Sumanbhai Ajmeri

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.

…………….સ્વ.સુમનભાઇને શ્રધ્ધાંજલી

.                             (તાઃ૨૯/૪/૨૦૧૪)

તાઃ૩/૫/૨૦૧૪                                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુમનભાઇના નિર્મળ સંગાથે,સાહિત્ય સરીતા વહેતી થઈ
પાવનકેડી કલમની મળતા જ,હ્યુસ્ટનમાં પ્રેમે પ્રસરી ગઈ
શ્રધ્ધાંજલીની સાંકળ મળતા,જીવને મુક્તિરાહ મળશે ભઈ
…………..એવા અમારા સુમનભાઇ,કલમપ્રેમીઓની પ્રીત લેશે ભઈ
નિર્મળ જીવન એ જીવી ગયા,ને કલમપ્રેમ મેળવ્યો અહીં
અભિમાનના વાદળ આંબી ગયા,ત્યાં પ્રેરણા મળતી ગઈ
સરસ્વતી સંતાન હતા એ,જીવનમાં કલમપ્રેમ દેતા અહીં
.                                   …………………એવા અમારા સુમનભાઇ
આંગળી પકડી કલમની,હ્યુસ્ટનમાં પ્રેરણા દેવા આવ્યા અહીં
સાથ મળ્યો જ્યાં સરીતાને,ત્યાં સાહિત્ય સરિતા વહેતી થઈ
પ્રેરણાથી જ્યાં આંગળી ચીંધીં,ત્યાં લેખકો મળતા થયા અહીં
નિર્મળ ભાવે દેહ મુકતા જગે,સર્જકોની આંખો ભીની કરી ભઈ
.                                  ………………….એવા અમારા સુમનભાઇ.

***************************************************