શીતળ સોમવાર


Shivji bhole

 

 

 

 

 

 

 

 

 

.                           .શીતળ સોમવાર

તાઃ૧૨/૫/૨૦૧૪                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળતાના વાદળ વરસે,ને શીતળતાય મળી જાય
ભોલેનાથની પરમ કૃપાએજ,સોમવાર શુભ થઈ જાય
.             ……………………નિર્મળતાના વાદળ વરસે.
શીવલીંગને સવારે દુધ અર્ચતા,પિતા શિવજી હરખાય
માપાર્વતીની કૃપા મળતા,સંતાનનુ જીવન સુધરીજાય
ૐ નમઃ શિવાયનુ સ્મરણ,પાવન રાહ જીવને દઈ જાય
મળે મનને શાંન્તિ જીવનમાં,સોમવાર શીતળ થઈજાય
.              ……………………નિર્મળતાના વાદળ વરસે.
અજબ અવિનાશી શિવ ભોલે શંકર,મોહમાયા તોડી જાય
પિતાનો પ્રેમ મળે જીવને,જ્યાં શ્રી ગણેશજીની પુંજા થાય
સિધ્ધીવિનાયક થાય કૃપાળુ,જ્યાં ભોલેનાથની સેવાથાય
મળે જીવને રાહ મુક્તિની,પરમકૃપાળુ શિવજીનીકૃપાથાય
.              …………………….નિર્મળતાના વાદળ વરસે.

================================