માતાના આશિર્વાદ


માતાના આશિર્વાદ

 

 

 

 

 

 

 

 

 

 

 

.                         .માતાના આશિર્વાદ

તાઃ૧૭/૫/૨૦૧૪                                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે માતાના આશિર્વાદ સંતાનને,પાવનરાહ જ મળી જાય
ઉજ્વળ જીવનને કેડી મળે,ભારતના વડાપ્રધાન બની જાય
.               ………..એવા નરેન્દ્રભાઇ પર અભિનંદનની વર્ષા થાય.
મનથી કરેલ સમાજ સેવાએ,ગુજરાતને ઉજ્વળ શાન દેવાય
નિર્મળ ભાવના રાખી જીવતા,જીવનમાં પાવનકર્મ મળી જાય
નરેન્દ્રભાઇની સાચી કેડી,માતાના આશિર્વાદથી જ મળી જાય
સફળતાની સાચીકેડી,તેમને વડાપ્રધાનની પદવી આપીજાય
.                  ……….એવા નરેન્દ્રભાઇ પર અભિનંદનની વર્ષા થાય.
મા સરસ્વતી્ના સંતાન એ છે,જે ઉજ્વળ કલમથી જ દેખાય
કલમની કેડી સન્માન દે,ને સમાજની સેવાએ જીત મેળવાય
ભારતમાતાના એ સંતાન છે,જે ભાજપને રાહસાચી દઈ જાય
મોહમાયાને દુર રાખીને જીવતા,ના સંસારમાં એકદી લબદાય
.                   ……….એવા નરેન્દ્રભાઇ પર અભિનંદનની વર્ષા થાય.
.========================================

.        ભારતના ગુજરાત રાજ્યના સંસ્કારી સંતાન અને ગુજરાતની યોગ્યરાહે
દરકાર કરનાર મુખ્યપ્રધાન શ્રી નરેન્દ્રભાઇને હવે પરમાત્માએ ભારત દેશને
ઉજ્વળરાહ અને વિકાસની દોર વડાપ્રધાન બનાવીને આપી છે. જે ગુજરાતીઓ
માટે ગૌરવ છે અને અભિમાન પણ છે કે પરમાત્મા ભારતની અસીમ કૃપા અને
માતાના અંતરથી મળેલ આશિર્વાદ જ તેમને ઉજ્વળતાની રાહે સાથ આપે છે.
.         લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ અને હ્યુસ્ટનના સરસ્વતી સંતાનના અભિનંદન.