ભારતની શાન


Modi

 

 

 

 

 

 

 

 

 

 

 

.                          ભારતની શાન

તાઃ૨૬/૫/૨૦૧૪                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગુજરાતી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ,ભારતની ભુમીને  ખોદી
ભગાડ્યા કોંગ્રેસીઓને,જીતીને દેશને સાચી કેડી દઈ દીધી
…………….એવા નરેન્દ્રભાઇ મોદીમાં સૌએ લાયકાત ઉજ્વળ દીઠી.
આઝાદીની અમર ગાથામાં,ગુજરાતીઓએ નામના આપી દીધી
ભારતનીશાન જગતમાંવધી,ત્યાં ગુજરાતીઓએ લાગણી લીધી
નિર્મળતાનો સંગ રાખતા,સાચી દેશ ભક્તિએ પ્રભુ કૃપાને માણી
સફળતાનીકેડીને નરેન્દ્રભાઇએ,માતાના આશિર્વાદેમેળવીલીધી
…………. ભગાડ્યા કોંગ્રેસીઓને,જીતીને દેશને સાચી કેડી દઈ દીધી.
ગુજરાતીઓનુ ગૌરવ છે મોદી,જેણે ગુજરાતને ઉજ્વળતા આપી
વિશ્વમાં જેને સન્માન મળે છે,એ જ છેસાચા  પ્રેમાળ ગુજરાતી
માનવતાની મહેંક પ્રસરે જ્યાં,ત્યાં સૌનો સાથ મળે છે જગતમાં
પરમાત્માની પરમ કૃપા પામીને,માનવતાની મહેંકને પ્રસરાવી
………………એવા નરેન્દ્રભાઇ મોદીમાં સૌએ લાયકાત ઉજ્વળ દીઠી.

++++++++++++++++++++++++++++++++++++++++++