સ્નેહાળ લાગણી


.                   . સ્નેહાળ લાગણી

તાઃ૩૦/૬/૨૦૧૪                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રપ્રેમની ગંગા વહેતા,માનવજીવન મહેંકી જાય
સરળતાના વાદળ દેવાને,સ્નેહાળ લાગણી મળીજાય
.               ………………….પવિત્રપ્રેમની ગંગા વહેતા.
કર્મની કેડી બંધન છે જીવના,જીવ જન્મ મરણે બંધાય
નિર્મળતાનો સંગ રાખતા,જીવને રાહ સાચી મળી જાય
ભક્તિએ છે કૃપા જલાસાંઇની,સત્માર્ગે જીવનેદોરીજાય
આવી પ્રેમ અંતરને મળતા,માનવ જીવન મહેંકી જાય
.                 ………………..પવિત્રપ્રેમની ગંગા વહેતા.
મોહમાયાને દુર રાખતા,કળીયુગની આફત ભાગી જાય
અંતરમાં આનંદની હેલી મળતા,માનવતા પ્રસરી જાય
ઉજ્વળ શીતળકેડી મળતા,જીવનો જન્મસફળ થઈ જાય
ભોલેનાથની અસીમકૃપાએ,માનવીની મહેંક પ્રસરીજાય
.              …………………..પવિત્રપ્રેમની ગંગા વહેતા.

+++++++++++++++++++++++++++++++++=

બજરંગબલી


hanukaka

 

 

 

 

 

 

 

 

 

 

 

.                         .બજરંગબલી

તાઃ૨૮/૬/૨૦૧૪                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિની પકડી કેડી જીવનમાં,સીતારામની કૃપા થાય
પાવન રાહ જીવનમાં રાખતા,ભક્ત રાવણને હરાવાય
.             ………………….ભક્તિની પકડી કેડી જીવનમાં.
અજબશક્તિ મેળવી ભોલેનાથની,અભિમાને જીવીજાય
સત્કર્મને દુર રાખી જીવનમાં,મોહમાયાને એપકડી જાય
રાજાને જ્યાં કળીયુગ પકડે,પ્રભુ રામનુ અવતરણ થાય
સીતા માતાએ સાંકળ બને,રાવણના કર્મને જકડી જાય
.             …………………ભક્તિની પકડી કેડી જીવનમાં.
પરમકૃપા પરમાત્માની પામતા,સમુદ્રને એ કુદી જાય
લંકામાં પહોંચી સીતામાને,શ્રીરામની દોર આપીજાય
અજબ શક્તિ બજરંગબલીની,જે ગદા જોતા જ દેખાય
ભક્તિ સાચી શ્રધ્ધા એજ કરતા,કૃપા તેમની મળી જાય
.             …………………ભક્તિની પકડી કેડી જીવનમાં.

================================

આગમનની સીડી


                         આગમનની સીડી

તાઃ૨૭/૬/૨૦૧૪                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપરનુ આગમન જીવનુ,મળે સંકેત માતાના દેહથી
અજબલીલા છે પ્રભુની,નાકોઇ આંગળી ચીંધે અવસાનની
.                   …………………અવનીપરનુ આગમન જીવનુ.
દેહ મળે છે જીવને અવનીએ,જે કર્મ બંધનથી જ મેળવાય
માતાપિતાના પ્રેમની હેલી,જે સંતાન થતા જ મળતીજાય
ઉજ્વળ જીવનની રાહ મળે,જ્યાં જલાસાંઇની ભક્તિ થાય
નિર્મળ રાહ જીવને મળતાં,પાવનકર્મ જીવનમાં થઈ જાય
.               …………………….અવનીપરનુ આગમન જીવનુ.
મળેલ માયા અને મોહ જીવને,કળીયુગમાં ભરમાવી જાય
ભક્તિરાહની ઉજ્વળકેડીએ ચાલતા,કળીયુગથીય બચાય
મળે મનને શાંન્તિ જીવનમાં,ત્યાં અનંત સત્કર્મો થઈ જાય
નિર્મળતાનાવાદળ વરસતા,જીવ જન્મમૃત્યુથી છટકીજાય
.               ……………………અવનીપરનુ આગમન જીવનુ.

==================================

કૃપાળુ પ્રેમ


.                           . કૃપાળુ પ્રેમ

તાઃ ૨૩/૬/૨૦૧૪                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે સાચો પ્રેમ નિખાલસ,જીવનમાં રાહ સાચી દઈ જાય
અંતરથીકરેલ વંદન વડીલને,કૃપાળુ જીવન આપી થાય
.                        …………………..મળે સાચો પ્રેમ નિખાલસ.
દેખાવની દુનીયા દુર કરતાં,જીવનમાં ભક્તિ સાચી થાય
શ્રધ્ધાની શીતળ કેડી મળતા,મળેલ જન્મ સફળ થઈજાય
જલાસાંઇની ભક્તિની દોરે,પાવનકર્મ જીવનમાં થઇ જાય
અન્નદાનની સાચીરાહે,જીવના અનેક બંધનપણ છુટી જાય
.                    …………………….. મળે સાચો પ્રેમ નિખાલસ
મળે માનવતાની કેડી જીવને,ત્યાં ઉત્તમ રાહ મળી જાય
ના માગણી ના બંધન રહેતા,નિર્મળજીવન આ થઈ જાય
મળેમાનવતા જીવનમાં,જે જીવને અનંત શાંન્તિ દઈજાય
કૃપાળુ પ્રેમ મળતા માનવીને,માનવતાને મહેંકાવી જાય
.                      …………………….મળે સાચો પ્રેમ નિખાલસ.

====================================

જીવનની ઝંઝટ


.                        જીવનની ઝંઝટ.

તાઃ૨૧/૬/૨૦૧૪                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતની લીલા છે કામણગારી,ના માનવીથી સમજાય
અવનીપરના આગમન સંગે,જીવ ઝંઝટોમાં જ જકડાય
.                   ……………….. કુદરતની લીલા છે કામણગારી.
અજબલીલા અવીનાશીની,જીવને ક્યાંથી ક્યાં લઇજાય
મોહમાયાની એકજ ચાદરે,અનેકદેહ જીવને મળી જાય
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં સંત જલાસાંઇને પુંજાય
મળેકૃપા પરમાત્માની જીવને,ત્યાંજન્મમરણ છુટી જાય
.                 ………………….કુદરતની લીલા છે કામણગારી.
ભક્તિસાચી શ્રધ્ધાથી કરતાં,જીવ પર કૃપા પ્રભુની થાય
રામનામના સતત સ્મરણથી,કળીયુગથીય છુટી જવાય
પ્રેમ નિખાલસ જીવનમાં મળતા, જન્મ સફળ થઈ જાય
અવનીપરનુ આગમન છુટે,જીવને મુક્તિમાર્ગ મળીજાય
.                 ………………….કુદરતની લીલા છે કામણગારી.
====================================

આરાધનાની કેડી


                      .આરાધનાની કેડી

તાઃ૧૯/૬/૨૦૧૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંત જલાસાંઇની કૃપા પામવા,જીવનમાં ભક્તિ પ્રેમે થાય
મળે માનવીને રાહજીવનમાં,આરાધનાની કેડી મળી જાય
.              …………………..સંત જલાસાંઇની કૃપા પામવા.
મનથી કરેલ માળા સંતની,ભક્તિની આંગળી ચીંધી જાય
ઉજ્વળ જીવન પામી  લેતા,દેહની માનવતા મહેંકી જાય
સંત જલારામની પાવન રાહે,પરમાત્મા પણ ભડકી જાય
સાંઇબાબાએ ચીંધી આંગળી,માનવજન્મ સફળ કરીજાય
.             …………………….સંત જલાસાંઇની કૃપા પામવા.
ના મંદીર ના મસ્જીદ જોઇએ,જ્યાં નિર્મળ ભક્તિ પ્રેમે થાય
અંતરમાં આનંદ અનેરો,ને જીવનમાં પ્રેમ સૌનો મળી જાય
અતુટબંધન અવનીના છુટતા,જીવથી મુક્તિમાર્ગમેળવાય
સાચા સંતના શરણે રહેતા,કળીયુગી મોહમાયા ભાગી જાય
.              ……………………સંત જલાસાંઇની કૃપા પામવા.

=====================================

માનવીની જ્યોત


.                           માનવીની જ્યોત

તાઃ૧૭/૬/૨૦૧૪                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળેલ માનવ દેહ અવનીએ,જન્મ સફળ કરી જાય
મુક્તિમાર્ગની રાહ મળે,જીવની જ્યોત પ્રગટી જાય
.                ………………….મળેલ માનવ દેહ અવનીએ.
જલાસાંઇની પરમ કૃપાએ,જીવ સાચી ભક્તિએ દોરાય
મનથી કરેલ સાચી  ભક્તિયે,સંતની કૃપાય પામી જાય
કળીયુગની ના કાતર અડે,કે ના કોઇ વ્યાધી મળી જાય
સરળજીવનની રાહ મળે,માનવીની મહેંક પ્રસરી જાય
.                …………………. મળેલ માનવ દેહ અવનીએ.
અંતરમાં આનંદ અનેરો,જ્યાં જલાસાંઇના દર્શન થાય
આવી આંગણે બાબા પધારે,જ્યાં ભક્તિ  જ્યોત પ્રગટાય
જલારામની નિર્મળ રાહે,અન્નદાન જીવોને પ્રેમથી દેવાય
મળે કૃપાસદા ભોલેનાથની,જ્યાં ૐ નમઃશિવાય બોલાય
.                 ………………….મળેલ માનવ દેહ અવનીએ.

=====================================

આંગણે આવે


.                            .આંગણે આવે

તાઃ૭/૬/૨૦૧૪                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ જીવનમાં મહેંક પ્રસરે,જ્યાં આંગણે આવે નિર્મળપ્રેમ
અંતરમાં આનંદની વર્ષાએ જ,આધી વ્યાધીઓ ભાગે અનેક
.                   ………………….માનવ જીવનમાં મહેંક પ્રસરે.
મળે પ્રેમ પરમાત્માનો,સાચી જલાસાંઇની ભક્તિએ દેખાય
આવી આંગણે પ્રેમ મળતા,જીવનમાં માનવતા મહેંકી જાય
સફળતાનોસાથ રહેતા જીવને,ઉજ્વળતાની હેલી મળીજાય
મોહમાયાની કાતર છુટતાં,કળીયુગની કેડી ના સ્પર્શે ક્યાંય
.                  ………………….. માનવ જીવનમાં મહેંક પ્રસરે.
પરમકૃપાળુ છે અવિનાશી,જ્યાં જીવનેરાહ સાચી મળીજાય
મળે જીવને નિર્મળપ્રેમ જીવનમાં,એજ સાચીભક્તિ કહેવાય
કુદરતની કૃપા છે નિરાળીજગતમાં,એ અનુભવથીજ દેખાય
નામાગણી કે કોઇ અપેક્ષારહે,જે જીવનો જન્મસફળ કરીજાય
.                   …………………..માનવ જીવનમાં મહેંક પ્રસરે.

======================================

સાંઇબાબા


Baba

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                     . સાંઇબાબા

તાઃ૩/૬/૨૦૧૪                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાંઇ સાંઇનુ સ્મરણ કરતાં,બાબા પ્રેમે પધાર્યા અહીં
આવી આંગણે દર્શનદીધા,એજ સાચીભક્તિ છે ભઈ
.              ………………….સાંઇ સાંઇનુ સ્મરણ કરતાં.
મનથી કરેલ ઘરની ભક્તિ,જીવને શાંન્તિ આપે અહીં
આધી વ્યાધીના મળે જીવને,એજ કૃપા બાબાની થઈ
ૐ સાંઇનાથાય નમઃના સ્મરણે,ભક્તિરાહ મળી ગઈ
મુક્તિમાર્ગને ખોલ્યા બાબાએ,એ અનુભુતી થઈ ગઈ
.             ……………………સાંઇ સાંઇનુ સ્મરણ કરતાં.
સંત સાંઇબાબાની સાચી રાહે,માનવતા મહેંકતી થઈ
અલ્લાઇશ્વર એક છે બતાવી,શ્રધ્ધાસબુરી આપી ભઈ
જન્મમરણનુ નાબંધન બાબાને,શીવજીની લીલા ભઈ
અવનીપર  આવીને પરમાત્માએ,રાહ દીધી છે અહીં
.              …………………..સાંઇ સાંઇનુ સ્મરણ કરતાં.

+++++++++++++++++++++++++++++++++

જલારામ બાપા


virbaimata2

.                     જલારામ બાપા

તાઃ૩/૬/૨૦૧૪                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને જગતની રાહ મળી,ત્યાં ભક્તિની રાહને લીધી
અન્નદાનથી સેવાકરતાં,જીવની માનવતા મહેંકી ઉઠી
.                          ………………..જીવને જગતની રાહ મળી.
ઉજ્વળ કેડી જીવનમાં લેવા,સૌરાષ્ટ્ર્ની ધરતીને ચીંધી
આવ્યા અવનીપર વિરપુરમાં,જલા નામની કૃપા લીધી
પરમાત્માની અસીમ કૃપાએ,વિરબાઇ માતા સંગે દીધા
અન્નદાનને આંગણે રાખીને,જીવોને સંતોષ આપી દીધા
.                        ………………….જીવને જગતની રાહ મળી.
ચીંધી આંગણી પ્રદીપના જીવને,જીવોને શાંન્તિ દેજે અહીં
પાવનકર્મનીકેડી મળતા જીવનમાં,મારી ભક્તિ વધી ગઈ
મળી કૃપા માબાપની અમને,કર્મની સાચી કેડીદેખાઈઅહીં
મળ્યા સંસ્કાર સંતાનને,ઉજ્વળકેડી જીવનમાં આપી ભઈ
.                      ……………………જીવને જગતની રાહ મળી.

=====================================