પ્રેમાળ કેડી


.                           પ્રેમાળ કેડી

તાઃ૨૦/૭/૨૦૧૪                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવજીવનની મેંહક પ્રસરે,જ્યાં માનવતાને સમજાય
મળે દેહ અવનીએ જીવને,એજ માબાપનો પ્રેમ કહેવાય
.                    ………………….માનવજીવનની મેંહક પ્રસરે.
મળે આશીર્વાદ જીવનમાં.જીવને પ્રેમાળ કેડી મળી જાય
શ્રધ્ધા રાખી શરણુ લેતા,સંતજલાસાંઇની કૃપા મળીજાય
ઉજ્વળ જીવનમાં આંગળી ચીંધે,એજ માનવતા કહેવાય
મળે જીવને શાંન્તિ અનેક,જ્યાં નિખાલસતાને  મેળવાય
.                    ……………………માનવજીવનની મેંહક પ્રસરે.
નિર્મળતાનો સંગ જીવનમાં,જીવને સુખ શાંન્તિ દઈ જાય
મોહમાયાને દુર રાખીને જીવતા,કળીયુગ પણ ભાગી જાય
અવનીપરનીવિદાય વેળાયે જીવ સ્વર્ગનીસીડી ચઢીજાય
પ્રેમાળ કેડી પામી લેતા,અંતે જીવને મુક્તિમાર્ગ મળી જાય
.                    ……………………માનવજીવનની મેંહક પ્રસરે.

==================================

આફત આવી


.                          . આફત આવી

તાઃ૯/૭/૨૦૧૪                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળતા માયા મોહ જીવનમાં,સુખ શાંન્તિ આઘી ચાલી જાય
ઉજ્વળ જીવનની રાહ છુટતાં જ, કળીયુગી કાતર ફરી જાય
.                      …………………..મળતા માયા મોહ જીવનમાં.
સરળજીવનની સાચીકેડી,જલાસાંઇની ભક્તિએ મળી જાય
ના આફત આવે કે ના તકલીફ,સાચી ભક્તિએ ભાગી જાય
પરમકૃપાળુ છે અતિ દયાળુ,મળેલ જન્મ સાર્થક કરી જાય
પામી પ્રેમ પરમાત્માનો  જીવનમાં,જીવ મુક્તિમાર્ગે  જાય
.                        …………………..મળતા માયા મોહ જીવનમાં.
કળીયુગમાં દેખાવ વળગે,નાહકની વ્યાધીઓ મળતી જાય
દેખાવની દુનીયા અતિ ભવદાયી,નિર્મળતાને આંબી જાય
પળપળની ના સાંકળ છે કોઇ,એ જીવનમાં ઝેર આપી જાય
માનવજન્મ નીર્થક બનતા,જીવ જન્મમરણથી બંધાઇજાય
.                       ……………………મળતા માયા મોહ જીવનમાં.

=====================================

અમીતને આનંદ


    Amit  

 

 

 

 

 

 

 

 

 

 

 

.                        અમીતને આનંદ           

તાઃ૯/૭/૨૦૧૪                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

અરવિંદકુમારને આનંદ અનેરો,ને કૈલાસબેન પણ હરખાય
મળે પ્રેમ સંતાનોનો અંતરથી,ના માગણી કોઇ ક્યાંય રખાય
…એવા પવિત્ર કુટુંબમાં આજે  પુત્ર અમીતની શ્વેતાને આવકારાય

લગ્ન જીવનની નિર્મળકેડીએ,કૌટુમ્બીક વૃક્ષ ઉજવળ દેખાય
દિકરી વ્હાલી જયશ્રીને જીવન સંગાથી,જય કુમાર મળી જાય
પ્રેમની પાવનકેડી સુનીલકુમારથી,દીકરી પિન્કુને મળી જાય
વ્હાલી દીકરી મિતલ પણ,પતિ હીતેનકુમારના પ્રેમે હરખાય
વિશાલકુમારની પ્રેમાળ જીવન રાહે,વૈશાલીને પ્રેમમળી જાય
….એવા પવિત્ર કુટુંબમાં આજે પુત્ર અમીતની શ્વેતાને આવકારાય

અમીતને ઉજ્વળકેડી માબાપના આશીર્વાદથી મળી જાય
અ.સૌ.શ્વેતાને જીવનસંગીની બનાવી,એટલાન્ટાય લવાય
મનથી મહેનત કરી જીવતા સંતાનથી માબાપ ખુબ હરખાય
કૈલાસબેનની નાની બેન રમાને,મળતા અનંત આનંદ થાય
પ્રદીપમાસા આવી રવિ,દીપલ,નિશીત,હિમાનો પ્રેમ આપીજાય
….એવા પવિત્ર કુટુંબમાં આજે પુત્ર અમીતની શ્વેતાને આવકારાય

====================================================

.                .પુજ્ય અરવિંદલાલ અને કૈલાસબેનના વ્હાલા પુત્ર અમીતને જીવનસંગાથી
તરીકે અ.સૌ.શ્વેતાનો સંગાથ મળતા સંત જલારામબાપા અને સંત સાંઇબાબા તનમન
ઘનથી શાંન્તિ આપી ઉજ્વળ જીવનનીરાહ આપે તે પવિત્ર ભાવનાએ આ લખાણ સપ્રેમ
હ્યુસ્ટનથી પ્રદીપમાસા,રમામાસી તરફથી ભેંટ   તાઃ૯/૭/૨૦૧૪

પ્રેમાળ જ્યોત


.                         .પ્રેમાળ જ્યોત

તાઃ૨૦/૭/૨૦૧૪                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેરણા પામી કલમને પકડી,મને મળી પ્રેમની જ્યોત
શરણુ માસરસ્વતીનું લેતા,થઈ ઉજ્વળ જીવન ગાથા
.                  ………………….પ્રેરણા પામી કલમને પકડી.
નિર્મળ ભાવના સંગે રાખતા,ના આવતી વ્યાધી દોડી
પાવનપ્રેમની જ્યોત પ્રગટતાં,જીવને એ શાંન્તિ દેતી
શબ્દની કેડી શીતળ બનતાજ,ભાવના આવી જવાની
પ્રેમ પ્રેમની એક જ કેડી,જીવને પવિત્ર રાહ મળવાની
.                  …………………પ્રેરણા પામી કલમને પકડી.
સરળ જીવનમાં સાથ મળે,જ્યાં પાવનપ્રેમ મળી જાય
ઉજ્વળ જીવનની રાહ મળતા,આજન્મ સફળ થઇ જાય
પ્રેમાળ જ્યોતની શીતળ કેડી,માનવતા મહેંકાવી જાય
મળેલ દેહ માનવીનો આજગે,જીવનને અમૃત કરી જાય
.                 ………………….પ્રેરણા પામી કલમને પકડી.
=====================================

જીવનની જળહળતા


                    જીવનની જળહળતા

તાઃ૮/૭/૨૦૧૪                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળતાને પકડી ચાલતા,પવિત્રરાહ મળી જાય
પાવનકર્મની એક જ કેડીએ,જીવન જળહળ થાય
.          …………………..નિર્મળતાને પકડી ચાલતા.
માનવદેહ એ સરળ કેડી,જીવ મુક્તિ માર્ગે દોરાય
મળે કર્મની શીતળ રાહ,જ્યાં જલાસાંઇને ભજાય
સુખદુઃખનો સંગાથ જીવને,સાચી ભક્તિએ છુટાય
મોહમાયાના બંધન છુટતા,જીવન ઉજ્વળ થાય
.           ………………….નિર્મળતાને પકડી ચાલતા.
મળતા આશીર્વાદ વડીલના,તકલીફો ભાગી જાય
મળે મનને શાંન્તિ આવી,ના આધીવ્યાધી દેખાય
પ્રેમની સાચી કેડી ભક્તિથી,જીવનમાં મળી જાય
અંતરે આનંદઅનેરો,મળેલ જન્મસફળ થઈજાય
.            …………………..નિર્મળતાને પકડી ચાલતા.

+++++++++++++++++++++++++++++++++

મળેલ મુંઝવણ


.                      . મળેલ મુંઝવણ

તાઃ૭/૭/૨૦૧૪                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબ ગજબની કેડી જીવને,સમય સમયે સમજાય
પાવનકર્મની સાચી રાહ,નિર્મળ ભક્તિએ મળી જાય
.                    ………………..અજબ ગજબની કેડી જીવને.
આવી આંગણે મુંઝવણ ઉભી,ના રાત દીવસ જોવાય
સરળતાની જ્યાં કેડી છુટે,ના કોઇ જીવથીય છટકાય
અંતરમાં નાઆનંદ ઉભરે,કે નાકોઇનો પ્રેમ મળીજાય
ઉજ્વળ જીવન ખખડી પડતાં,નિર્મળતાય ભાગી જાય
.                     …………………અજબ ગજબની કેડી જીવને.
લાગણી મોહ અંતરનો ઉભરો,કળીયુગમાં દોરી જાય
માનવ મનને મળતી માયા,જીવને એજ જકડી જાય
જન્મમરણનો સંબંધ મળતા,કર્મનાબંધન મળી જાય
અવનીપરનુ આગમન લેતા,મૃત્યુની કેડી મળી જાય
.                   …………………..અજબ ગજબની કેડી જીવને.

======================================

નિખાલસ સ્નેહ


.                       . નિખાલસ સ્નેહ

તાઃ૨/૭/૨૦૧૪                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે નિખાલસ સ્નેહ જીવનમાં,ઉજ્વળ જીવન કરી જાય
અંતરમાંઆનંદ અનેરો લેતા,જીવને અનંતશાંન્તિ થાય
.                ………………….મળે નિખાલસ સ્નેહ જીવનમાં.
અવનીપરનુ આગમન જીવનુ,દેહ મળતા અનુભવાય
નિર્મળરાહ મળેછે જીવને,જ્યાં સાચી શ્રધ્ધાભક્તિ થાય
આવીઆંગણે કૃપા મળે જીવને,જ્યાં રાહ સાચીમેળવાય
પ્રેમભાવના પારખી ચાલતા,માનવતા પણ મહેકી જાય
.               …………………..મળે નિખાલસ સ્નેહ જીવનમાં.
મળે જીવને નિર્મળ કેડી, જલાસાંઇની કૃપાએ મળી જાય
શાંન્તિનો સહવાસ મળતા,માનવજન્મ સફળ થઈજાય
નાલાગણી નાઅપેક્ષા રહેતા,કળીયુગની કેડીભાગી જાય
રામનામના સતત સ્મરણથી,સ્વર્ગની સીડી ખુલી જાય
.               …………………..મળે નિખાલસ સ્નેહ જીવનમાં.

+++++++++++++++++++++++++++++++++++++