અભિમાન આવે


.                      . અભિમાન આવે

તાઃ૨૬/૮/૨૦૧૪                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

અભિમાન જ્યાં આવે આંગણે,ત્યાં લાયકાત છેડાઇ જાય
ઉજ્વળ જીવનની કેડી છુટતા જ,માનવતા વેડફાઇ જાય
.                  …………………. અભિમાન જ્યાં આવે આંગણે.
મારૂ તારૂ વળગી જતા જીવનમાં,દુઃખ વાદળ આવી જાય
સફળતાની કેડી છુટતા,જગે દેખાવની દુનીયા મળી જાય
મોહમાયાની કેડી સ્પર્શતા,કળીયુગની કાતર ફરતી થાય
વણ કલ્પેલી આફત આવી  મળતા,અભિમાન ભાગી જાય
.                 ……………………અભિમાન જ્યાં આવે આંગણે.
કુદરતની કેડી નિખાલસ,સાચી માનવતાએજ  સમજાય
મળે જગતમાં પ્રેમ અનેરો,જ્યાં  સાચી ભક્તિ પ્રેમે  થાય
અહીં તહીંમાં જ આફત આવી,જીવનું બારણું ખોલી  જાય
મૃત્યુ આવતા જીવને જગતમાં,કર્મનુ  બંધન જકડી જાય
.                 ……………………અભિમાન જ્યાં આવે આંગણે.

=====================================

પ્રેમ દે સફળતા


 .                       .પ્રેમ દે સફળતા

તાઃ૨૩/૮/૨૦૧૪                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ જીવનની કેડી લેવા,મનથી મહેનત થતી જાય
પાવનકર્મની કેડી મળે,જ્યાં જગે સાચો પ્રેમ મળી જાય.
.                  …………………ઉજ્વળ જીવનની કેડી લેવા.
અવનીપર આગમનથી,જીવને મળેલ દેહથી સમજાય
માનવદેહ એ રાહ આપે,જ્યાં ભક્તિ શ્રધ્ધા પ્રેમથી થાય
મળે પ્રેમ સાચો જીવને,એજ જીવનમાં સફળતા દઈ જાય
મુક્તિમાર્ગની રાહ મળતા,જન્મમરણના બંધન છુટીજાય
.                  …………………ઉજ્વળ જીવનની કેડી લેવા.
શીતળતાનો સંગ રહેતા જીવનમાં,આધીવ્યાધી દુર જાય
મોહમાયાની ચાદર છુટતા,જલાસાંઇની ભક્તિ પ્રેમે થાય
મળે પ્રેમ પરમાત્માનો જીવને,સઘળા પાપો ધોવાઇ જાય
અવનીપરનુ આગમન જીવને, સ્વર્ગીય સુખ આપી જાય
.               …………………..ઉજ્વળ જીવનની કેડી લેવા.

====================================

કળીયુગ


 .                       .કળીયુગ

તાઃ૨૦/૮/૨૦૧૪                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંખો મળી ત્યાં મોહ લાગ્યો,જીવને માયા વળગી ગઈ
પ્રેમની નાની એક જ  જ્યોતે,આ  જીંદગી  જકડાઇ ગઇ

શીતળતાનો સંગ મળે જ્યાં,નિર્મળતા આવી મળે તઇ
મોહમાયાની ચાદર છુટે ,પામર જીવન સચવાય અહીં

લાગણી મોહને આઘી મુકતા,કળીયુગ છટકી જશે ભઇ
નાલાગણી કે ના માગણી,જીવને જગતમાં મળશે અહી

ઉજ્વળતાની સાચીરાહ,જલાસાંઇની કૃપાએ આવે ભઈ
શુ લાવ્યા શુ લઈ જવાના,ના સાધુબાવાને ખબર અહીં

કળીયુગની આ કાતર સીધી,ભોળપણમાં છેતરે છે અહીં.
મળે મુક્તિ માર્ગ જીવને,જ્યાંઅવનીએ સાચી ભક્તિ થઈ

+++++++++++++++++++++++++++++++++++

ગોર્વધન ગિરધાર


krishna

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                 .ગોર્વધન ગિરધાર

તાઃ૧૭/૮/૨૦૧૪                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગોકુળનો ગોવાળીયો,ને મથુરાનો  એ મહાવીર
રુક્ષ્મણીનાએ જીવનસાથી,બન્યાએ દ્વારકાધીશ
.                          ……………..ગોકુળનો ગોવાળીયો.
શ્રાવણ માસની વદ આઠમે,અવનીએ દેહ મળે
પરમાત્માના આગમનને,ભક્તો શ્રીકૃષ્ણથી જપે
ગોવિંદ બોલો કે ગોપાલ બોલો,પ્રભુકૃપા જ મળે
જન્મદીનના સાચા પ્રેમને,ભક્તો જન્માષ્ટમી કહે
.                          ……………..ગોકુળનો ગોવાળીયો.
અનંતલીલા અવનીએ કરી,ભક્તીની રાહ દીધી
સંસ્કારપ્રેમને સાચવી ચાલતા,સૌની પ્રીત લીધી
માજશોદાની પાવનરાહે,માનવતા મહેંકાવીદીધી
હરેકૃષ્ણ હરે કૃષ્ણના જાપથી,જીવે મુક્તિ રાહ દીઠી
.                           …………….ગોકુળનો ગોવાળીયો.

===============================

ભારતની આઝાદી


.                     .ભારતની આઝાદી

તાઃ૧૫/૮/૨૦૧૪                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળી ભારતને આઝાદી જગતમાં,જ્યાં શુરવીરો ભેગા થાય
ગાંધીજીએ આંગળીચીંધીં,વલ્લભભાઇને જવાહર મળી જાય
.                                          …………….મળી ભારતને આઝાદી.
માતૃભુમીથી સૌને પ્રેમ અનેરો,જે સ્વતંત્રતાયે દોરી જાય
શુરવીરતાની અનોખી કેડી,જ્યાં નિર્મળપ્રેમથી મળી જાય
આંગળીપકડી એકબીજાની પ્રેમે,ત્યાંજ અંગ્રેજો ભાગી જાય
શુરવીરતાની શાન જગતમાં,ગુજરાતીઓથીજ મળી જાય
.                                           ……………..મળી ભારતને આઝાદી.
મળે નિખાલસ પ્રેમ જીવનમાં,જ્યાં નિર્મળ જીવન જીવાય
પ્રેમની સાચી કેડી મળતા,જગતમાં માનવતા મહેંકી જાય
આઝાદીની અપુર્વશાનજગે,નિખાલસ ભારતીયોઆપી જાય
ઉજ્વળ જીવનની રાહ બતાવી,પવિત્ર જીવનએ જીવી જાય
.                                         ………………મળી ભારતને આઝાદી.

+++++++++++++++++++++++++++++++++++++

સાંઇ જ્યોત


Baba

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                        .સાંઇ જ્યોત

તાઃ૧૪/૮/૨૦૧૪                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાંઇબાબાના સતત સ્મરણથી,કૃપા બાબાની મળીજાય
નિર્મળભાવનાએ શ્રધ્ધા રાખતા,પવિત્ર રાહ મળી જાય
.                 …………….સાંઇબાબાના સતત સ્મરણથી.
ભક્તિપથની સાચી કેડીએ.ના કોઇ મોહમાયા અથડાય
મળે જીવને કૃપા સાંઇબાબાની,પ્રેમ જ્યોત પ્રગટી જાય
સ્નેહની પાવનકેડી મળતા,આમાનવજીવન મહેંકીં જાય
સાંઇસાંઇ અંતરથી સ્મરતા,બાબાનું આગમન થઈ જાય
.                   ……………સાંઇબાબાના સતત સ્મરણથી.
પરમાત્માની અસીમકૃપા.ભોલેનાથની કૃપાએ મેળવાય
મળે બાબાની કૃપાજીવને,જ્યાં ૐ શબ્દથી સ્મરણ થાય
માનવતાની મહેંક પ્રસરે,અવનીએઆગમન સફળ થાય
ભક્તિમાર્ગની સાચી રાહે,જન્મમરણના બંધન તુટી જાય
.                 ………………સાંઇબાબાના સતત સ્મરણથી.

=ૐૐૐ==ૐ શ્રી સાંઇનાથાય નમઃ++++ૐ નમઃ શિવાય==ૐૐૐ=

आझादीकी शान


વંદન માતૃભુમીને

Gandhiji

 

 

 

 

 

 

 

 

.                        .आझादीकी शान

ताः१४/८/२०१४                           प्रदीप ब्रह्मभट्ट

आझादीकी शान निराली,भारत देशमे मिल जाय
प्रेम भावना देशकी रखके,भारतवासी सौ हरखाय
.                          ……………आझादीकी शान निराली.
अजब श्रध्धाके पावनकर्मसे,शुरवीर सौ मिल जाय
अहिंसाकी एकही केडीसे,देशको आझादी मिल जाय
महात्मा गांधीकी पवित्रराहे,जवाहर नहेरू चालीजाय
वल्लभभाइकी अतुट श्रध्धासे,मानवता महेकीं जाय
.                       ………………आझादीकी शान निराली.
मिलजाये जब हाथ प्रेमसे,तब अंग्रेज सौ भाग जाय
आझादीके आगमनसे भारतकी,भुमी उज्वल होजाय
वर्षोवर्षकी उज्वळ राहसे,श्री मोदी वडाप्रधान हो जाय
अभिमानकी उज्वळ राहको लेके,गुजराती सौ हरखाय
.                        ………………आझादीकी शान निराली.

++++++========+++++++=======++++++