સ્નેહની જ્યોત


.                          સ્નેહની જ્યોત

તાઃ૧૦/૮/૨૦૧૪                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવજીવનને મહેંક મળે,જ્યાં માનવતાને સચવાય
પ્રેમની પાવનકેડીએ,જીવને સ્નેહની જ્યોત મળીજાય
.                                 ………….માનવજીવનને મહેંક મળે.
અવનીપરના આગમનને,કર્મના બંધનનીજ બંધાય
ઉજ્વળરાહ જીવનેમળે,જ્યાં જલાસાંઇની ભક્તિ થાય
અંતરમાં આનંદ અનેરો,ને જીવને શાંન્તિ મળી જાય
નિર્મળતા સંગે જીવપર,પ્રભુની અસીમકૃપા થઈ જાય
.                                    ……………માનવજીવનને મહેંક મળે.
મળતા દેહ અવનીએ જીવને,અનંતરાહ મળતી જાય
મોહમાયાના વાદળથી બચવા,નિર્મળભક્તિ પ્રેમે થાય
સુખશાંન્તિની શીતળકેડી,પ્રભુકૃપાએ જીવનેમળી જાય
મનથી કરેલ સાચીભક્તિ,જીવને મુક્તિમાર્ગે દોરીજાય
.                                 …………….માનવજીવનને મહેંક મળે.

=================================

પવિત્ર શ્રાવણ માસ


 .                           પવિત્ર  શ્રાવણ માસ

તાઃ૧૦/૮/૨૦૧૪                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્ર માસના પવિત્રદીને,પરમાત્માને પ્રેમથી ભજાય
શ્રાવણ માસની નિર્મળ સવારે,સુર્યદેવને અર્ચના થાય
………….એવી નિર્મળ સવારે ભક્તિ કરતા,માનો પ્રેમ મળી જાય.
સોમવારની શિતળ સવારમાં,શીંવલીંગનું પુંજન થાય
મંગળવારના પવિત્રદીવસે,માદુર્ગા,કાળકાને વંદનથાય
બુધવારની પ્રેમાળ જ્યોતે,ૐ બુમ બુધાય નમઃ સ્મરાય
ગુરૂવારની ઉજ્વળસવારે,જલાસાંઇની નિર્મળ ભક્તિથાય
શુક્રવારની શીતળ સવારે,માઅંબાની આરતી પ્રેમે થાય
શનિવાર શક્તિશાળી,બજરંગબલી સંગ શનિદેવ પુંજાય
રવિવારની પ્રેમાળ સવારે,માકાળકાને પુંજનઅર્ચન થાય
………….એવી નિર્મળ સવારે ભક્તિ કરતા,માનો પ્રેમ મળી જાય.
નિર્મળ ભાવથી કરેલ ભક્તિ,તનમનને શાંન્તિ આપી જાય
ભક્તિમાર્ગની શીતળકેડી,પ્રદીપરમાનુ જીવન ઉજ્વળથાય
મળે પ્રેમ મા કાળકાનો,ને સંગે માતા અંબાજી આવી જાય
માતા પાર્વતીના ચરણસ્પર્શે,પિતા ભોલેનાથ પણ હરખાય
આવીઆંગણે કૃપામળે પ્રભુની,જીવનમાં અનુભવે મેળવાય
મળે માની અસીમકૃપા જીવને,જ્યાં માલક્ષ્મીને વંદન થાય
સીતારામના સ્મરણ માત્રથી,મળેલ આ જીવન પવિત્ર થાય
………….એવી નિર્મળ સવારે ભક્તિ કરતા,માનો પ્રેમ મળી જાય.

=======================================