પ્રેમ દે સફળતા


 .                       .પ્રેમ દે સફળતા

તાઃ૨૩/૮/૨૦૧૪                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ જીવનની કેડી લેવા,મનથી મહેનત થતી જાય
પાવનકર્મની કેડી મળે,જ્યાં જગે સાચો પ્રેમ મળી જાય.
.                  …………………ઉજ્વળ જીવનની કેડી લેવા.
અવનીપર આગમનથી,જીવને મળેલ દેહથી સમજાય
માનવદેહ એ રાહ આપે,જ્યાં ભક્તિ શ્રધ્ધા પ્રેમથી થાય
મળે પ્રેમ સાચો જીવને,એજ જીવનમાં સફળતા દઈ જાય
મુક્તિમાર્ગની રાહ મળતા,જન્મમરણના બંધન છુટીજાય
.                  …………………ઉજ્વળ જીવનની કેડી લેવા.
શીતળતાનો સંગ રહેતા જીવનમાં,આધીવ્યાધી દુર જાય
મોહમાયાની ચાદર છુટતા,જલાસાંઇની ભક્તિ પ્રેમે થાય
મળે પ્રેમ પરમાત્માનો જીવને,સઘળા પાપો ધોવાઇ જાય
અવનીપરનુ આગમન જીવને, સ્વર્ગીય સુખ આપી જાય
.               …………………..ઉજ્વળ જીવનની કેડી લેવા.

====================================