અભિમાન આવે


.                      . અભિમાન આવે

તાઃ૨૬/૮/૨૦૧૪                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

અભિમાન જ્યાં આવે આંગણે,ત્યાં લાયકાત છેડાઇ જાય
ઉજ્વળ જીવનની કેડી છુટતા જ,માનવતા વેડફાઇ જાય
.                  …………………. અભિમાન જ્યાં આવે આંગણે.
મારૂ તારૂ વળગી જતા જીવનમાં,દુઃખ વાદળ આવી જાય
સફળતાની કેડી છુટતા,જગે દેખાવની દુનીયા મળી જાય
મોહમાયાની કેડી સ્પર્શતા,કળીયુગની કાતર ફરતી થાય
વણ કલ્પેલી આફત આવી  મળતા,અભિમાન ભાગી જાય
.                 ……………………અભિમાન જ્યાં આવે આંગણે.
કુદરતની કેડી નિખાલસ,સાચી માનવતાએજ  સમજાય
મળે જગતમાં પ્રેમ અનેરો,જ્યાં  સાચી ભક્તિ પ્રેમે  થાય
અહીં તહીંમાં જ આફત આવી,જીવનું બારણું ખોલી  જાય
મૃત્યુ આવતા જીવને જગતમાં,કર્મનુ  બંધન જકડી જાય
.                 ……………………અભિમાન જ્યાં આવે આંગણે.

=====================================