ઉમા સુત


Gapadada.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                             .ઉમા સુત

તાઃ૭/૧૦/૨૦૧૪                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગજાનંદ એજ છે ગણપતિ,ને ઉમાસુત પણ ગણપતિ
અજબ શક્તિ ધારીના, પિતા ભોલેનાથ છે જગપતિ
…………..એવા મા પાર્વતીના સંતાન,અનેકનામે છે વિહારી.
પિતાપ્રેમની અજબ શક્તિછે,સાચી ભક્તિએ સમજાય
આંગળી પકડી ઉમા સુતની,પ્રદીપ હ્યુસ્ટન આવી જાય
શ્રધ્ધાએ ગૌરી સિધ્ધી વિનાયક,મંદીર પણ થઈ જાય
આવ્યા હીલક્રોફ્ટ દોડી ગજાનંદ,એ ભક્તિપ્રેમ કહેવાય
……………એવા મા પાર્વતીના સંતાન,અનેકનામે છે વિહારી.
ગૌરીપુત્ર છે સિધ્ધીવિનાયક,અજબ શક્તિએ ઓળખાય
આવી આંગણે જ્યાં પ્રેમ દે,ત્યાં માનવ જીવન મહેંકીજાય
મોહમાયા ના સ્પર્શે જીવને,એજ ઉમાસુતની કૃપા કહેવાય
મળે સૌને લાડુનો પ્રેમ,જ્યાં સાચી શ્રધ્ધાએ ભક્તિ કરાય
…………….એવા મા પાર્વતીના સંતાન,અનેકનામે છે વિહારી.

+++++++++++++++++++++++++++++++++++++++++++
.                   .ટેક્ષાસના હ્યુસ્ટનમાં હિલક્રોફ્ટ પર માતા પાર્વતી અને પિતા શિવજીના
લાડીલા સંતાન શ્રી ગણપતિના મંદીરની સ્થાપના કરી પંડીત શ્રી પ્રદીપ પંડ્યા
ગૌરી સિધ્ધી વિનાયક મંદીર શરૂ કર્યુ છે.તે પવિત્ર ધાર્મીક સેવાની યાદરૂપે
પ્રદીપ બ્રહ્મભટ્ટ પરિવાર તરફથી સપ્રેમ ભેંટ.