સંતાનની કેડી


.                           .સંતાનની કેડી

તાઃ૮/૧૦/૨૦૧૪                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ મળે માબાપનો અંતરથી,ને સાથે સંસ્કારનેય સચવાય
આવી મળે ઉજ્વળ કેડી સંતાનને,જલાસાંઇની કૃપા કહેવાય
…………….જન્મ મળે અવનીએ માબાપથી,કર્મબંધન મળી જાય.
અવનીપરના આગમને,બાળકને માબાપનો પ્રેમ મળી જાય
ઉંમરની પકડીઆંગળી ચાલતો જીવ,સમયને એસમજી જાય
વાણી વર્તનને સાચવી લેતાં,વડીલના આશીર્વાદ મળી જાય
ભક્તિની દોર પકડે સંસ્કારથી,જે મમ્મીની કૃપા જ મેળવાય
…………….જન્મ મળે અવનીએ માબાપથી,કર્મબંધન મળી જાય.
જીવને રાહ મળે સાચી પપ્પાથી,જે જીવન ઉજ્વળ કરી જાય
ભણતરના સોપાન સાચવતા,જગતમાં લાયકાત મળીજાય
મારૂતારૂની નામાયા સ્પર્શે,કે નાકોઇ અપેક્ષાય જીવથીરખાય
સંતાનની કેડી ઉજ્વળ બનતા,મળેલ જન્મ સફળ થઈ જાય
……………..જન્મ મળે અવનીએ માબાપથી,કર્મબંધન મળી જાય.

++++++++++++++++++++++++++++++++++++++++++