સિધ્ધીનો સંગાથ


.                         .સિધ્ધીનો સંગાથ

તાઃ૧૦/૧૦/૨૦૧૪                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે જીવનમાં સિધ્ધીનો સંગાથ,જ્યાં મનથી મહેનત થાય
અજબ શક્તિ છે શ્રધ્ધામાં,જે સાચી રાહ જીવને આપી  જાય
.                      ……………….મળે જીવનમાં સિધ્ધીનો સંગાથ.
માનવજીવનની મહેંક અનેરી,સાચી લાયકાતે જ મેળવાય
આધિ વ્યાધી ને આંબી લેવાય,જ્યાં જલાસાંઇની કૃપા થાય
શ્રધ્ધા રાખી મહેનત કરતાં,જીવનમાં સફળતા મળતી જાય
કરેલ કર્મંની શીતળકેડી,જીવને સિધ્ધીનો સંગાથ આપીજાય
.                 ………………….. મળે જીવનમાં સિધ્ધીનો સંગાથ.
માતા સરસ્વતીની કૃપા એજ,જીવનમાં માનવતા સચવાય
પ્રેમ ભાવથી સંબંધ સાચવે,નિખાલસપ્રેમ સદાય મળી જાય
ઉજ્વળ કોટીનો સંગ રહેતા,પળે પળે સફળતા  આવતી જાય
સૃષ્ટિના સર્જનહારની કૃપાએ,જીવનો જન્મ સફળ થઈ જાય
.                  …………………..મળે જીવનમાં સિધ્ધીનો સંગાથ.

*****************************************************