આવી દિવાળી


Aavi Diwali

.

.

.

.

.

.

.

.

.

.                        .આવી દિવાળી

તાઃ૧૨/૧૦/૨૦૧૪                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવી દિવાળી દોડી હ્યુસ્ટન,એ તો પવિત્ર હિન્દુ પ્રેમ કહેવાય
હોળીનો આનંદ માણ્યો,હવે આસોવદ અમાસનીરાહ જોવાય
………….ખાવા મઠીયા સુંવાળીને ધુધરા પ્રેમથી મિત્રને ઘેર જવાય.
પાવનકર્મ એજ પવિત્ર ધર્મ,જ્યાં માનવતા પ્રેમથી પરખાય
મળે સરળપ્રેમને સંગે રાખી,એજ નિર્મળપવિત્ર ધર્મ કહેવાય
પરમાત્માની કૃપા પામવાને,શ્રધ્ધાએ સાચી ભક્તિ કરી જાય
મળે પ્રેમ જલાસાંઇનો જીવને,એજ સાચી રાહ પણ આપીજાય
…………આવો દોડી ખાવા મઠીયા સુંવાળી એજ સાચો પ્રેમ કહેવાય.
માનવજીવનની મહેંક રહે,જ્યાં શ્રધ્ધાએ નિર્મળ પ્રેમ દેવાય
મળે જીવને ઉજ્વળકેડી જીવનમાં,ના મોહમાયા કોઇ દેખાય
આવી પ્રેમ મળે જીવને મિત્રોનો,જે નિખાલસ પ્રેમછે કહેવાય
પવિત્ર તહેવાર માનવીના જીવનમાં,સુખશાંન્તિ આપી જાય
………….ખાવા મઠીયા સુંવાળીને ધુધરા પ્રેમથી મિત્રને ઘેર જવાય.

*****************************************************