સમય એ સમય


imgres

.

.

.

.

.

.                                 .સમય એ સમય

તાઃ૨૩/૧૦/૨૦૧૪     (દીવાળી)    પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમય ના પકડાયો શ્યામથી,કે ના પકડાયો શ્રી રામથી
સમય સમજીને  ચાલતા ,મળે જીવને કૃપા ભગવાનની
…………..એજ સમયની શાન છે,ને એજ છે કુદરતનો પડકાર.
જન્મ જીવનો સંબંધ છે,જે કર્મ થકીજ જીવને મળી જાય
ઉજ્વળતાની રાહ મળે જીવને,ના આધીવ્યાધી અથડાય
પરમકૃપાળુની કૃપામળે,જ્યાં સાચીશ્રધ્ધાએ ભક્તિથાય
સમય સાથે સમજી જીવતા,સંત જલાસાંઇની કૃપા થાય
…………….એજ સમયની શાન છે,ને એજ છે કુદરતનો પડકાર.
જન્મમળતા જીવને અવનીએ,માબાપનોપ્રેમ મળી જાય
સંસ્કાર સાચવી મહેનત કરતા,ભણતરની કેડીને પકડાય
મનનેમળેલ સાચીસમજણે,ઉજ્વળરાહ જીવને મળીજાય
આવતી કાલને ના આંબે કોઇ,એજ સમયની કેડી કહેવાય
……………..એજ સમયની શાન છે,ને એજ છે કુદરતનો પડકાર.

++++++++++++++++++++++++++++++++++++++